તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત ચાલતી રાજકીય ગતિવિધિઓ સાથે રાજકીય ટીકા ટિપ્પણીઓએ પણ નવી ચર્ચા જગાવી છે. ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં આજે રાજ્યસભાની ચૂંટણીના જાહેર થયેલા ઉમેદવારો ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરશે. જો કે ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ પાટીદાર નેતા નરહરિ અમીનને રાજ્યસભા માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્યોએ આકરી પ્રતિક્રિયા આપી હતી. આ તબક્કે કોંગ્રેસના પુંજાભાઈ વંશે જણાવ્યું હતું કે ભાજપે છેલ્લી ઘડીએ પાટીદાર નેતાનો ઉપયોગ કર્યો છે ત્યારે તેની આ મેલી મુરાદ પૂરી થશે નહીં.
પાર્ટીએ પાટીદાર ચહેરાને તક આપી હોત તો સારૂ હતું: વીરજી ઠુંમર
જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી તોડજોડ કરવા પ્રયત્ન કરી રહી છે. જો કે પાર્ટીએ પાટીદાર ચહેરાને તક આપી હોત તો સારૂ હતું.આવનાર 2022 ની ચૂંટણીઓ,તેમજ તાલુકા/ જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પાટીદારને તક આપશે તેવો વિશ્વાસ છે. તેમજ પાર્ટીનો નિર્ણય યોગ્ય હોવાનો સ્વીકાર કર્યો હતો. દેશ અને રાજ્યમાં ચાલતા કોમી પરિબળો નાથવા જરૂરી છે અને તે માટે પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકને દેશની જરુર છે.
નરહરી અમિનને ભાજપે હારની સીટ ઉપર લાવવા પ્રયત્ન કર્યો: અમિત ચાવડા
આ તબક્કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કયા ઉમેદવાર નક્કી કરવા તે પાર્ટીની આંતરિક બાબત છે જો કે ભાજપે અગાઉ બળવંત સિંહનો ઉપયોગ કર્યો હતો. પરંતુ આજે નરહરી અમિનને ભાજપે હારની સીટ ઉપર લાવવા પ્રયત્ન કર્યો છે, પ્રથમ જાહેરાતમાં નરહરિભાઈનો કોઈ સમાવેશ કર્યો નથી. એટલું જ નહીં ભાજપમાં જોડાયા બાદ તેમને કોઇ તક આપવામાં આવી નથી. પરિણામે આજે તેમને રાજ્યસભામાં ઉભા રાખવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.