બિન સચિવાલય પરીક્ષા મામલો / ટ્વિટર પર આક્રોશ-વિદ્યાર્થી છીએ આતંકવાદી નહીં,હેશટેગ ‘સેવગુજરાતસ્ટુડન્ટ્સ’ ટ્રેન્ડિંગમાં, 2 લાખથી વધુ ટ્વિટ્સ

binsachivalay exam controversy, Over 2 lakh tweets on twitter, hashtag #saveGujratstudents is trending

Divyabhaskar.com

Dec 04, 2019, 09:46 PM IST

અમદાવાદઃ બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ચોરી અને વ્યાપક ગેરરીતિઓના આક્ષેપો સાથે ઉમેદવારોએ પરીક્ષા રદ કરવાની માગણી સાથે ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક કેન્દ્રો ઉપર ચોરી થયા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જેને પગલે બુધવારે સવારથી રાજ્યભરમાંથી 5 હજારથી વધુ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય ખાતે એકત્ર થઈ પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી. જેને પગલે પોલીસે 450થી વધુ ઉમેદવારોની અટકાયત કરી હતી. જો કે ગ્રાઉન્ડ પર વિરોધની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ રોષ જોવા મળ્યો હતો. ટ્વિટર પર બપોરથી #saveGujratstudents ટ્રેન્ડ્સ થઈ રહ્યું હતું. જેમાં 2 લાખથી વધુ ટ્વિટ્સ થયા હતા.

X
binsachivalay exam controversy, Over 2 lakh tweets on twitter, hashtag #saveGujratstudents is trending

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી