તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસજી હાઇવે પાસે બાઈક સવારે યુવતીને ટક્કર મારી 20 ફૂટ સુધી ઘસડી, અકસ્માત સીસીટીવીમાં કેદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: અમદાવાદના એસજી હાઈવે પર શપથ 5 માં નોકરી કરતા એક મહિલાને બાઇક સવાર અડફેટે લઇને વીસ ફૂટ સુધી ઘસડી ગયો હતો. ત્યારબાદ તેમના પર બાઇક ચલાવીને બાઈક સવાર ફરાર થઈ ગયો હતો. આ અંગે ઇજાગ્રસ્ત મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે, જ્યારે એસજી 2 ટ્રાફિક પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રાઇવિંગ વિસ્તારમાં રહેતી કુંજલ ભટ્ટ નામની યુવતી મંગળવારે સાંજે છ વાગ્યાના અરસામાં શપથ પાંચમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ત્યાંથી પુરઝડપે પસાર થયેલી બાઈકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ કુંજલબેનને મદદ કરવાને બદલે બાઇક સવાર તેમના પરથી બાઈક ચલાવી ફરાર થઇ ગયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. એસજી 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનની પોલીસે સીસીટીવીના આધારે અજાણ્યા બાઇક સવારને શોધવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

મારી બહેનને 20 ફૂટ ઢસેડી હતીઃ યુવતીનો ભાઈ
યુવતીના ભાઈએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાંજે મારી બહેન ઓફિસના પાર્કિંગ પાસેથી રોડ ક્રોસ કરતી હતી ત્યારે ફૂલ સ્પીડે આવ્યો હતો અને મારી બહેનને ટક્કર મારી 20 ફૂટથી વધુ ઢસેડી હતી. અકસ્માત બાદ બાઈકચાલક ઉભો પણ રહ્યો ન હતો. એસજી 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો