તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

14 જુલાઈથી ભાવનગર-ઉધમપુર એક્સપ્રેસ કાલુપુર નહીં આવે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચાંદલોડિયાથી ખોડિયાર થઈ ગાંધીનગરના રૂટ પર દોડાવવામાં આવશે
  • દર રવિવારે સવારે 4.50 ભાવનગરથી ઉપડશે અને 5.30 ઉધમપુર પહોંચશે

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશને ટ્રેનોનું ટ્રાફિક ભારણ ઘટાડવા મહેસાણાથી આવી સૌરાષ્ટ્ર જતી ટ્રેનોને અમદાવાદ લાવ્યા વગર ગાંધીનગર થઈ ખોડિયાર, ચાંડલોડિયા, આંબલી રોડ થઈ મોકલાશે. આ યોજના હેઠળ 14 જુલાઈથી ભાવનગર-ઉધમપુર જન્મભૂમિ એક્સપ્રેસને અમદાવાદ સ્ટેશને નહીં આવે. લાવ્યા વગર ચાંદલોડિયાથી ખોડિયાર થઈ ગાંધીનગરના રૂટ પર દોડાવવામાં આવશે.

સોમવારે સાંજે 5.30 ઉધમપુર પહોંચશે: ભાવનગર-ઉધમપુર જન્મભૂમિ એક્સપ્રેસ 14 જુલાઈથી દર રવિવારે સવારે 4.50 વાગ્યે ભાવનગરથી ઉપડીને 9.21 વાગ્યે આંબલી રોડ, 10.15 વાગ્યે ગાંધીનગર, 11.11 વાગ્યે મહેસાણા, 13.13 વાગ્યે પાલનપુર થઈ સોમવારે સાંજે 5.30 વાગ્યે ઉધમપુર પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...