ભાસ્કર ઈમ્પેક્ટ / 3 મહિનાથી ઠપ ગુજરાત હાઇર્કોટની વેબસાઇટ અંતે શરૂ થઈ  

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • ઓર્ડર-કોઝ લિસ્ટ ડાઉનલોડ થવા લાગ્યા

Divyabhaskar.com

Nov 18, 2019, 01:13 AM IST
અમદાવાદ: ગુજરાત હાઇર્કોટની વેબસાઇટમાં કેસ નંબર અને કોઝલિસ્ટ ડાઉનલોડ થવાના શરૂ થઇ ગયા છે. હાઇર્કોટની વેબસાઇટમાં કેસની વિગતો અને હુકમો વહેંચવામાં ઘણા સમયથી તકલીફ સર્જાઇ હતી. બે દિવસથી વેબસાઇટ પર ઓર્ડર અને લિસ્ટ ઓનલાઇન જોવા મળી શકે છે. જેના કારણે અનેક પક્ષકારોની રાહત મળી છે. સામાન્ય રીતે સાંજે કોર્ટના સમય બાદ ઓર્ડર ખોલવા જતા ERROR LOADING DATA તેવો મેસેજ મળી રહ્યો હતો. પરંતુ 24 કલાકમાં ઓર્ડર જોવા મળી રહ્યા છે. તેમજ કેસના કોઝલિસ્ટ પણ ખૂલી રહ્યા છે.
બીજા જિલ્લામાંથી હાઇર્કોટમાં નોંધાયેલા કેસ માટે કેટલાક પક્ષકારો દરેક વખતે હાઈકોર્ટ સુધી ધક્કો ખાઇ શકતા નથી. તેઓ ઓનલાઇન ઓર્ડર જોઇ શકે તે માટે વેબસાઇટ પર તુરંત જ હુકમો ટ્રાન્સફર કરાય છે. છેલ્લા થોડા સમયથી આ સેવામાં અવરોધ ઊભા થયા હતા. થોડા સમય અગાઉ હાઇર્કોટમાં હુકમો અપલોડ કરવા માટે આઇ.ટી વિભાગ દ્વારા નવું સોફ્ટવેર નાખવામાં આવ્યું હતું.
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી