તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhaskar Appeal: Dont Be Afraid Of Corona, Become Aware, The People Should Co operate

કોરોનાથી ડરો નહીં, જાગૃત બની, સરકારની અસરકારક કામગીરીમાં સહકાર આપે જનતા..

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પાંચ કેસ પોઝિટિવ આવતા જ જનતા પણ જાગૃત થવા લાગી છે, સરકાર અને મ્યુનિસિપલ તંત્ર પણ યુધ્ધના ધોરણે કામે લાગ્યું છે ત્યારે વિદેશથી આવતા પ્રવાસીઓ અંગેની જાણ પ્રજાએ પણ સત્તાધીશોને કરવાની શરૂઆત કરી છે. આ સંજોગોમાં વિદેશથી આવેલા પ્રવાસીઓએ પણ પોતાની ફરજ સમજીને ક્વોરેન્ટાઈનમાં રહેવું જોઈએ અને પરિવારને પણ વાઇરસથી બચાવવો જોઈએ. 
આ પરિસ્થિતિમાં DivyaBhaskar પણ પ્રજાજનો અને વિદેશથી આવેલા પ્રવાસીઓને અપીલ કરે છે કે, આપણા ગુજરાતમાં પણ કોરોનાનો કહેર ફેલાય નહીં તે માટે જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવવી જરૂરી છે. ગુજરાતમાં વસતા નાગરિકોએ પણ પોતાની આસપાસ આવા કોઈ વિદેશ પ્રવાસી હોય તો તાત્કાલિક સંબંધિત વ્યક્તિ કે સંસ્થાને જાણ કરવી, જેથી કોઈ એકની બેદરકારીનો ભોગ આખી સોસાયટી કે આસપાસના વ્યક્તિઓ ના બને.

અમદાવાદમાં કોરોના અંગે નાગરિકોમાં જબરજસ્ત જાગૃત હોવાના દાખલા પણ જોવા મળ્યા છે, જેમાં સેટેલાઇટ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જ એક પરિવાર વિદેશથી આવ્યું હતું. પરંતુ તેઓ ક્વોરેન્ટાઈન વિના રહેતા હતા, જેની જાણ સોસાયટીના બીજા રહીશોને થઈ તો વિદેશથી આવેલા પરિવારને ત્યાં કામ કરવા જતાં બહેનને સોસાયટીના રહીશોએ પોતાના ઘરમાં કામ બંધ કરાવી દીધું. આ જ પ્રમાણે બે ત્રણ દિવસ પહેલા મોડી રાત્રે વાસણાના કુંદન એપાર્ટમેન્ટમાં પણ વિદેશથી એક ભાઈ આવ્યા હતા. તેઓ બે દિવસ બાદ સોસાયટીના રહીશો ને દેખાતા જ એપાર્ટમેન્ટના જાગૃત સભ્યોએ તુરંત મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરતા આ ભાઈને ક્વોરેન્ટાઈનની સાથે ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...