સાવધાન / પાસપોર્ટ માટે અરજી કરતા ગુજરાતીઓ સાથે ફેક વેબસાઈટ દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી

Be careful when applying for a passport, many people were robbed of face websites

  • બોગસ વેબસાઇટ પર ખાનગી જાણકારી નાખવાથી અરજદારને ખતરો 
  • વિદેશ મંત્રાયલને આવી બોગસ વેબસાઇટ્સ સામે કડક પગલા લેવા માંગ 

Divyabhaskar.com

Aug 14, 2019, 01:02 PM IST

અમદાવાદ: હાલના સમયમાં પાસપોર્ટ બનાવવા માટે અરજદારોને લાંબી લાઇનોમાં ઉભા રહેવાની જરૂર પડતી નથી. હવે એવી અનેક એપ્લિકેશન છે જેના દ્વારા ઘરે બેઠા પાસપોર્ટ માટે એપ્લાય તેમજ સુધારા કરી શકાય છે. પરંતુ કેટલીક એવી બોગસ એપ્સ પણ ફરતી થઇ છે જ્યાં ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોના અરજદારો સાથે પાસપોર્ટ કઢાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંટી કરવામાં આવે છે. ઉપરાંત પાસપોર્ટ માટે એપ્લાય કરતી વખતે યુઝર્સ પોતાની ખાનગી જાણકારી આ પ્રકારની બોગસ વેબસાઇટ પર આપી દે છે, જેના કારણે તે માહિતીનો ખોટો ઉપયોગ પણ થઇ શકે છે. આ પ્રકારની ઘટનાઓ ન ઘટે તે માટે પાસપોર્ટ ઓફિસે વિદેશ મંત્રાલય સમક્ષ રજૂઆત કરી છે અને આ પ્રકારની ફેક વેબસાઇટ્સ સામે કડક પગલા ભરવાની માંગ પણ કરી છે.

લોકો પાસેથી ફીના નામ પર મોટી રકમો વસૂલાઇ રહી છે
જોકે રજૂઆત બાદ પણ અનેક નવી ફેક વેબસાઇટ્સ બની રહી છે. આ પ્રકારની બોગસ વેબસાઇટના ત્રાસથી વિદેશ મંત્રાલયે પાસપોર્ટ ઓફિસને લોકોને તકેદારી રાખવા સૂચના આપી છે. રિજનલ પાસપોર્ટ ઓફિસર સોનિયા યાદવના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી પાસપોર્ટની ઓફિશિયલ વેબસાઇટ www.passportindia.gov.in નામ જેવી અન્ય ફેક વેબસાઇટ્સ ફરી રહી છે. આ વેબસાઇટ લોકો પાસેથી ફીના નામ પર મોટી રકમો વસૂલી રહી છે. ઉપરાંત અરજદારની ખાનગી માહિતી પણ જોખમમાં આવી જાય છે.

જૂનાગઢ અને ભૂજમાં પાસપોર્ટ સેન્ટર ખોલવામાં આવ્યા
ગુજરાતમાં ઘણા પાસપોર્ટ સહાયતા કેન્દ્રો ઉપલબ્ધ છે. મોટાભાગના જિલ્લાઓમાં 19 જેટલા પાસપોર્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, જેથી અરજદાર પોતાના નજીકના સેન્ટરમાં જઇને તરત પાસપોર્ટ માટે એપ્લાય કરી શકે છે. હવે જૂનાગઢ અને ભૂજમાં પણ પાસપોર્ટ સેન્ટર ખોલવામાં આવ્યા છે. આ દરેક પ્રક્રિયા સેન્ટ્રલાઇઝ હોવાથી કોઇપણ સેન્ટર કે પાસપોર્ટ ઓફિસમાં પોસપોર્ટ માટે એપોઇમેન્ટ લઇ શકાય છે.

X
Be careful when applying for a passport, many people were robbed of face websites
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી