આરોપીની ધરપકડ કરવા ગયેલી પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ, આરોપી ફરાર બેની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નિકોલ પોલીસ પર હુમલો કરી યુવક ફરાર
  • આરોપીએ મિત્રો સાથે મળી ભાડૂતને માર માર્યાની ફરિયાદના આધારે પોલીસ ધરપકડ કરવા ગઈ હતી

અમદાવાદઃ નિકોલમાં આરોપીને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મારામારીના એક કેસના આરોપીને પકડવા ગયેલી પોલીસને ગાડીથી ટક્કર મારી આરોપી ફરાર થઇ ગયો હતો. 

પોલીસની ગાડીને ટક્કર મારી
નિકોલમાં રહેતા જયસિંઘ ભરતસિંઘ રાજપૂતે મિત્રો સાથે મળીને તેમના ભાડુઆત પવનકુમાર રાજપૂત સાથે ભાડા મામલે ઝઘડો કરી મારામારી કરી હતી. જે અંગેની ફરિયાદ પવનકુમારે નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી એવા જયસિંઘ રાજપૂતને પકડવા માટે ગઇ હતી. આ દરમિયાન જયસિંઘને પોલીસ પકડવા આવી રહી છે તેની જાણ થઇ જતાં તે પોતાની ગાડીમાં બેસી ગયો હતો અને સામેથી પોલીસની ગાડીમાંથી ઉતરેલ કોન્સ્ટેબલ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની ગાડીને ટક્કર મારી આરોપી જયસિંઘ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. કોન્સ્ટેબલ તેની સમયસુકતાના કારણે બચી ગયો હતો.આ સમયે મામલે આરોપી એવા જયસિંઘ વિરુદ્ધ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તેને પકડવા તપાસ હાથ ધરી છે.

બેની ધરપકડ, મુખ્ય આરોપી હજુ લાપતા
નિકોલ પોલીસ સ્ટેશનના પી.આઈ એચ.બી.ઝાલાએ જણાવ્યું હતું કે પવનકુમારની ફરિયાદ નોંધીને ત્રણ આરોપી ભાવિક અને પપ્પુસિંહની  ધરપકડ કરી હતી અને જયસિંગની ધરપકડ કરવા માટે પોલીસ ગઈ હતી ત્યારે તેણે પોલીસ જવાન પર હુમલો કર્યો હતો.જો કે ત્યારબાદ તે ફરાર થઈ ગયો હોવાથી નિકોલ પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...