અમદાવાદ / નવરંગપુરામાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું જૈન દેરાસરમાંથી પરિવારે અપહરણ કર્યું, પ્રેમીને લાકડી વડે ફટકાર્યો

  • યુવતીના પરિવારે સમાધાનના બહાને યુવકના પરિવારને જૈન દેરાસર બોલાવ્યાં હતા
  • હુમલો કર્યા બાદ પરિવારજનો યુવતીને ગાડીમાં બેસાડી નાસી છુટ્યાં
  • મારામારીમાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે

Divyabhaskar.com

Sep 11, 2019, 01:20 PM IST

અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારજનોને યુવતીના પરિવાજનોએ ઢોર માર મર્યો છે. જૈન દેરાસરમાં સમાધાનના બહાને બોલાવી 10 જેટલા શખ્સોએ પરિવાર પર લાકડી અને ધારીયા વડે હુમલો કર્યો હતો. મારમાર્યા બાદ યુવતીને ગાડીમાં બેસાડી અપહરણ કરી પરિવાજનો નાસી છુટ્યા હતા. મારામારીમાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા નવરંગપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

2016માં પ્રેમલગ્ન થયા હતા
સોલાના મહાલયા બંગલોમાં રહેતા અને ચશ્માની દુકાન ધરાવતા ભાવિન શાહ નામના યુવકે તેમની જ સોસાયટીમાં રહેતી પલક દેસાઇ નામની યુવતી સાથે 2016માં પ્રેમલગ્ન કર્યા હતા. ત્રણ દિવસ પહેલા બંન્ને રાજકોટ ગયા હતા. ત્યારબાદ ગઇકાલે બંન્ને પરત આવ્યા હતા. ભાવિનના પિતાએ તેને જણાવ્યું હતું કે, પલકના માતા-પિતા પ્રેમલગ્ન બાબતે સમાધાન કરવા માંગે છે. જેથી તેઓ 4 વાગે નવરંગપુરા બસ સ્ટેશન પાસે આવેલા જૈન દેરાસરમાં બંન્ને પરિવારજનો ભેગા થયા હતા. યુવતીના તરફથી હરજીભાઇ અને ધરમજીભાઇ દેસાઇ આવ્યા હતા.દેરાસરની ટ્રસ્ટની ઓફિસમાં જ પતિ પત્ની અને તેમના પરિવારજનો હાજર હતા. ત્યારે યુવતીના પરિવારજનો અને તેના ભાઇઓ હાથમાં લાકડી અને હોક્કીસ્ટીક સાથે આવ્યા હતા અને બળજબરી પૂર્વક યુવતીને ગાડીમાં બેસાડી લઇ ગયા હતા. અને યુવક, તેના માતા-પિતા અને તેના પિતરાઇ ભાઇ સાથે મારામારી કરી હતી. હુમલામાં ત્રણને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી