આશારામ આશ્રમના અનુયાયીનું ચાર યુવકોએ અપહરણ કરી પૈસા પડાવી લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવકને અન્ય રિક્ષામાં બેસાડી અને પાલડી બાજુ લઈ ગયા હતા

અમદાવાદ: સાબરમતી મોટેરામાં આવેલા આશારામ આશ્રમના અનુયાયીનું બાઈક પર આવેલા ચાર અજાણ્યાં શખસોએ અપહરણ કરી લૂંટ ચલાવી હતી. ચાલુ રીક્ષા ઉભી રાખવી તેમાંથી આ યુવકને અન્ય રિક્ષામાં બેસાડી અને પાલડી બાજુ લઈ ગયા હતા જ્યાં તેની પાસે રહેલા રૂપિયા 6000 લઈ લીધા હતા. 

માધુપુરા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ
મૂળ મહારાષ્ટ્રનો અને 13 વર્ષથી મોટેરા આશારામ આશ્રમમાં સેવાપૂજા કરતો અજીત દાતીર (ઉ.વ.28) ને દિવસ પહેલા રાતે ટ્રેનમાં તેના બે સાથી સાથે અમદાવાદ પરત આવ્યો હતો. રિક્ષામાં બેસી અને આશ્રમ જવા નીકળ્યા હતા. દિલ્લી દરવાજા ભાગ્યોદય બેન્ક પાસે બે બાઈક પર ચાર શખ્સ આવ્યા હતા અને અજીતને નીચે ઉતારી બીજી રિક્ષામાં બેસાડી પાલડી તરફ લઈ ગયા હતા. અજીતને ગમે તેમ બોલી તેની પાસેથી 6000 પડાવી લીધા હતા અને કયાનો છે તેમ પૂછ્યું હતું બાદમાં તેને છોડી દીધો હતો. ત્યાંથી અજીત રિક્ષામાં બેસી આશ્રમ જવા નીકળ્યો હતો રસ્તામાં તેના સાથી રાજેશને ફોન કરી ક્યાં છે તેમ પૂછતાં દિલ્લી દરવાજા પાસે જ છે અને પોલીસને જાણ કરી છે હાલમાં પોલીસ અહીંયા આવી છે તું દિલ્લી દરવાજા આવી જા કહ્યું હતું. અજીત ત્યાં ગયો હતો બાદમાં પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી. પરંતુ કાઈ મળ્યું ન હતું. માધુપુરા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.