અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) ડિસેમ્બરમાં સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (CTET/સીટેટ)નું આયોજન કરી રહી છે. 8મી ડિસેમ્બરે દેશનાં 110 શહેરમાં કુલ 20 ભાષામાં લેવાનારી આ ટેસ્ટ માટે 19 ઓગસ્ટથી ઓનલાઇન અરજી મગાવવાનું શરૂ કરાયું છે. ઉમેદવારો CTETની ઓફિશિયલ સાઇટ પર જઈને 18 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકશે.
સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ દેશનાં 110 શહેરમાં કુલ 20 ભાષામાં લેવાશે
સીબીએસઈની સીટેટ, 2019 માટે ઓનલાઇન અરજીની અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર છે, જ્યારે ફી ભરવાની અંતિમ તારીખ 23 સપ્ટેમ્બર છે. સીટેટની વેબસાઇટ પર ઉમેદવારો ઇન્ફોર્મેશન બ્રોશર પણ ચેક કરી શકે છે. પરીક્ષા માટે નોંધણી કરાવતા પહેલાં ઉમેદવારે બ્રોશર યોગ્ય રીતે તપાસ કરવાનું રહેશે. સેન્ટ્ર્લ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની સ્કૂલોમાં ધોરણ 1થી 8માં શિક્ષક બનવા માટે સીટેટ લેવામાં આવે છે.
ઉમેદવાર આ રીતે એપ્લિકેશન કરી શકશે
સીટેટ સર્ટિ. કેમ જરૂરી?
CTET દર વર્ષે સીબીએસઈ આયોજિત કરે છે. RTE એક્ટ અનુસાર, ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે TET સર્ટિફિકેટ જરૂરી છે. કેન્દ્રીય વિદ્યાલય, સેન્ટ્રલ સ્કૂલ જેવી કેન્દ્રીય સ્કૂલો, નવોદય વિદ્યાલયમાં નોકરી પ્રાપ્ત કરવા માટે ઉમેદવારોએ સીટેટ ક્વોલિફાય કરવાની હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.