તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Another Achievement Of Gujarat Police, Hackathon And Cyber Challenge Took First Place In 2020

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત પોલીસની વધુ એક સિદ્ધિ, હેકાથોન અને સાયબર ચેલેન્જ 2020માં પ્રથમ ક્રમ મેળવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રેક-3 અંતર્ગત ઇ-રક્ષા એવોર્ડ ગુજરાત પોલીસને પ્રથમક્રમ મેળવવા માટે એનાયત કરવામાં આવ્યો - Divya Bhaskar
ટ્રેક-3 અંતર્ગત ઇ-રક્ષા એવોર્ડ ગુજરાત પોલીસને પ્રથમક્રમ મેળવવા માટે એનાયત કરવામાં આવ્યો
 • પ્રાઇવેટ સાયબર એકસપર્ટ સહિત 500 જેટલી એન્ટ્રીમાંથી ગુજરાતની બંને એન્ટ્રીને પ્રથમ ઇનામ
 • મુખ્યમંત્રી સહિત ગૃહમંત્રીએ અભિનંદન પાઠવ્યા

અમદાવાદઃ ગુજરાત પોલીસે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ હેકાથોન અને સાયબર ચેલેન્જ 2020 સ્પર્ધામાં દેશભરના રાજ્યોમાં પ્રથમ ક્રમ મેળવી ગુજરાત પોલીસે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગૃહ રાજ્યમંત્રીએ આ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારત સરકારે ગૃહ મંત્રાલય હસ્તકના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા હેકાથોનનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ગુજરાત પોલીસ તરફથી આ ઇનામ સાયબર ક્રાઇમ DCP ડો. રાજદીપસિંહ ઝાલાને નવી દિલ્હીમાં એનસીઆરબીના 35મા સ્થાપના ગદિવસે યોજાયેલા સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો.

સમગ્ર દેશમાંથી 500 એન્ટ્રી આવી હતી
આ હેકાથોનમાં દેશના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ બેસ્ટ કેસ સ્ટડી, ઇનોવેશન ઇન સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન્સ અને તે અંગેના નવિન વિચારોની પોતાની એન્ટ્રી રજૂ કરી હતી. ગુજરાત પોલીસે સાયબર આશ્વસ્ત પ્રોજેકટ અંતર્ગત ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ તેમજ ઇન્કમટેક્ષ કેસ ડિટેક્શન એમ બે એન્ટ્રી સાથે આ હેકાથોનમાં ભાગ લીધો હતો. દેશના રાજ્યો તથા પ્રાઇવેટ સાયબર એકસપર્ટ સહિત 500 જેટલી એન્ટ્રીમાંથી ગુજરાતની બંને એન્ટ્રીને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે. 

હેકાથોનમાં ત્રણ અલગ ટ્રેક રાખવામાં આવ્યાં હતા
આ હેકાથોનમાં અલગ અલગ 3 ટ્રેક રાખવામાં આવ્યા હતા. તે પૈકીના ટ્રેક-3 અંતર્ગત ઇ-રક્ષા એવોર્ડ ગુજરાત પોલીસને પ્રથમક્રમ મેળવવા માટે એનાયત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આ ગૌરવ સિદ્ધિ માટે પોલીસ દળને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે,  સાયબર આશ્વસ્ત પ્રોજેકટનું કેન્દ્રીય ગૃહએ 11મી જાન્યુઆરીએ લોન્ચિંગ કર્યું હતું. એટલું જ નહિ, ગુજરાત પોલીસની જે અન્ય એન્ટ્રીને પ્રથમ ઇનામ મળ્યું છે તેમાં 7 નાઇઝીરીયન હેકર્સ અને અન્ય 6 વ્યકિતઓએ 26 રાજ્યોમાં 4572 ભારતીયોના એકાઉન્ટ હેક કરીને બારોબાર રૂપિયા ઉપાડી લઇને ગુનો કર્યો હતો તે ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા શોધી જબ્બે કરવામાં આવ્યા હતા. ગુજરાતે સાયબર ક્રાઇમ સામે ઝડપથી અને સચોટ પગલાં ભરી ગુનાખોરી નાથવાના હાથ ધરેલા નવતર અભિગમની આ હેકાથોનમાં સરાહના કરવામાં આવી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો