• Home
  • Business
  • Announcement in Union Budget: Gujarat Pattern to Become Forensic and Defense University in Other States

બજેટ 2020 / કેન્દ્રીય બજેટમાં જાહેરાત: ગુજરાત પેટર્નથી દેશના અન્ય રાજ્યોમાં ફોરેન્સિક અને રક્ષાશક્તિ યુનિવર્સિટી બનશે

Announcement in Union Budget: Gujarat Pattern to Become Forensic and Defense University in Other States

  • 10 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ જ બંને યુનિવર્સિટીનું ઉદઘાટન કર્યું હતું
  • રાજ્ય પોલીસની જેમ દેશની પોલીસને વધુ મજબૂત બનાવવા નિર્ણય

Divyabhaskar.com

Feb 01, 2020, 12:51 PM IST

અમદાવાદ: ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની જાળવણીની સાથે રાજ્ય પોલીસ અને ફોરેન્સિક સાયન્સને મજબૂત બનાવવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશક્તિ યુનિવર્સિટી શરૂ કરી હતી. જેને આગળ ધપાવવા માટે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બનેલી કેન્દ્ર સરકારના નાણાંમંત્રીએ આજે ગુજરાત પેટર્નથી દેશના અન્ય રાજ્યોમાં પણ આતંકવાદ અને ઘૂસણખોરી અને સાયબર ક્રાઈમને નાથવા માટે ફોરેન્સિક યુનિવર્સિટી અને પોલીસ યુનિવર્સિટી શરૂ કરવાની જાહેરાત કરી છે.

બજેટ ભાષણમાં નાણાંમંત્રીએ જાહેરાત કરી
ગુજરાતમાં 10 વર્ષ પહેલા એટલે કે, 2010માં રક્ષાશક્તિ યુનિવર્સિટી અને 2011માં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી હતી. જેનું ઉદ્ધેશ્ય વિવિધ સુરક્ષા એજન્સીઓને ખાસ તાલીમ આપી આંતરિક સુરક્ષા માટે દેશના યુવાનોને આગળ વધારવા માટે તથા દેશ અને દુનિયામાં ફોરેન્સિક વિશેષજ્ઞોની ખોટ પૂરી કરવાની હતું. આ બંને યુનિવર્સિટીને સફળ 10 વર્ષ પૂરા થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચેલા નરેન્દ્ર મોદીએ ગુજરાતીની આ બંને યુનિવર્સિટી દેશના અન્ય રાજ્યોમાં શરૂ થાય તે માટે કામગીરી શરૂ કરી હતી. જેના ભાગરૂપે નાણાંમંત્રીએ પોતાના બજેટ ભાષણમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને પોલીસ યુનિવર્સિટી અન્ય રાજ્યોમાં શરૂ કરવા ખાસ નાણાંની ફાળવણીની જાહેરાત કરી છે.

રક્ષાશક્તિ યુનિવર્સિટી (તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 જુલાઈ 2010 ઉદઘાટન)

વિઝન
કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને સમાદમાં શાંતિ અને સુલેહ સુનિશ્ચિત કરવા સારૂ આવશ્યક એવા આધુનિક વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીકલ જ્ઞાન અને સુરક્ષા વહીવટની કુશલતાને આવરી લઈને સામાજિક પ્રતિબદ્ધતા સાથેની ઉત્કૃષ્ટ સંસ્થાનું નિર્માણ કરવું.

મિશન
વિવિધ સુરક્ષા એજન્સીઓ જેવી કે પોલીસ દળ, સંરક્ષણ દળ, તેમજ ખાનગી સુરક્ષા સંસ્થાઓમાં રોજગાર માટે ખાસ અને તાલીમબદ્ધ વ્યક્તિઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા સારૂ આંતરિક સુરક્ષાના વિવિધ પાસાઓમાં દેશના યુવાનોને ખાસ કેળવણી આપવી.

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 10 ઓક્ટોબર 2011ના રોજ ઉદઘાટન)

વિઝન
- દેશ અને દુનિયામાં ફોરેન્સિક વિશેષજ્ઞોની કમીને પૂર્ણ કરવું
- દુનિયા માટે સારૂ અને સુરક્ષિત સ્થળ બનાવવું
- ફોરેન્સિક સાયન્સમાં ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન, સિક્યોરિટી પર રિસર્ચ કરવું

મિશન
- પોલીસ તપાસના આધારે અભ્યાસ
- આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઉચ્ચ સ્તરીય અભ્યાસ

X
Announcement in Union Budget: Gujarat Pattern to Become Forensic and Defense University in Other States

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી