અમદાવાદ: અમરાઇવાડીમાં મકાન દુર્ઘટનામાં મદદ નહીં મળતા અને સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવા સ્થાનિક મહિલા મમતા શિવકુમાર તિવારી સવારે 11.00 વાગ્યાથી બંગલાવાળી ચાલી ખાતે ઉપવાસ આંદોલન કરશે. મહિલા સોમવારથી આમણાંત ઉપવાસનું આંદોલન કરશે. ઘટનામાં પાંચના મોત થયાં હતાં અને ત્રણ પરિવારના 15 સભ્યોને સીધી અસર થઇ હતી. ઘટના બાદ અસરગ્રસ્તો અધિક જિલ્લા કલેક્ટરને મળ્યા હતાં. તેમણે ખાતરી આપી હતી. પરંતુ હજી કોઇ સહાય મળી નથી. આ ઉપરાંત ઘટના સ્થળે ગંદકીના ઢેર છે. અનેક જગ્યાએ પીવાનું પાણી મળત નથી અને અસરગ્રસ્તો પુન: ઘર અને સહાયની માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.