કેમ છો ટ્રમ્પ / અમેરિકન રાષ્ટ્રપતિનું અમદાવાદમાં સાડા 3 કલાકનું રોકાણ, રોડ શો, ગાંધી આશ્રમ મુલાકાત અને મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ

American President Donald trump stay in  3 and half hours in Ahmedabad road show Gandhi Ashram visit and program of Motora Stadium kem chho trump

  • ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે

Divyabhaskar.com

Feb 15, 2020, 03:40 PM IST
અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતી 24મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં તેઓ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં 3:30 કલાક રોકાશે. જેમાં તેઓ રોડ શોમાં અડધો કલાક, ગાંધીઆશ્રમમાં 30 મિનિટ અને મોટેરા સ્ટેડિયમમાં કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં 2.30 કલાક રોકાશે.
વિગતવાર કાર્યક્રમ
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે. રોડ શૉ મારફત અડધા કલાકમાં ત્યાંથી સીધા ગાંધી આશ્રમ જશે, જ્યાં તેઓ ગાંધી આશ્રમની સાથે રિવરફ્રન્ટનો નજારો નિહાળીને રવાના થશે, ત્યારબાદ તેઓ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરીને સ્ટેડિયમમાં જ કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં જશે, જ્યાં 2 કલાક રોકાશે. આમ, અમદાવાદ ની મુલાકાતે આવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અડધો કલાક રોડ શૉમાં, અડધો કલાક ગાંધી આશ્રમમાં અને અઢી કલાક મોટેરા સ્ટેડિયમના કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપશે.
સિક્રેટ એજન્ટ્સ જે નિર્ણય લેશે તે મુજબ સુરક્ષા ગોઠવાશે
ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા સિક્યુરિટીને લઇ અમેરિકન સિક્રેટ સર્વિસના 30 એજન્ટો SPG અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અમદાવાદ પોલીસે સૂચવેલા ત્રણ સંભવિત રૂટ તેઓને બતાવવામાં આવશે. સમગ્ર રૂટ પર કેવો છે અને કેટલી અને કેવી સિક્યુરિટી રખાશે તેની માહિતી આપવામાં આવશે. રૂટ ઉપરાંત તેઓ ગાંધી આશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લેવાના છે. સૌથી મોટો અને જાહેર કાર્યક્રમ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં હોય તેમાં કેવી સિક્યુરિટી હશે તેનું સમગ્ર નિરીક્ષણ અમેરિકન સિક્રેટ સર્વિસના આ એજન્ટ્સ કરશે. આ એજન્ટ્સ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ માટે જે રૂટ અને સિક્યુરિટીની વ્યવસ્થા નક્કી કરવામાં આવશે તે મુજબ અમદાવાદ પોલીસ આખા કાર્યક્રમની સિક્યુરિટી ગોઠવશે.
ટ્રમ્પ સાથે અમેરિકન સિક્રેટ સર્વિસની 300 લોકોની ટીમ આવશે
ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અમેરિકન સિક્રેટ સર્વિસની 300 લોકોની ટીમ આવશે. જે એરપોર્ટથી ગાંધીઆશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની સિક્યુરિટી સંભાળશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ત્રણ સંભવિત રૂટ, ગાંધી આશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં સિક્યુરિટીનો આખો મેપ રવિવાર રાત સુધીમાં બની જશે. સોમવારે અમેરિકન સિક્રેટ સર્વિસના એજન્ટોને સમગ્ર સિક્યુરિટી બતાવી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે.
ટ્રમ્પની મુલાકાતને લઈને તમામ જવાબદારી ACS પંકજ કુમારને સોંપાઈ
રાજ્ય સરકારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખની અમદાવાદ મુલાકાતને લઈ તૈયારીઓ કરી છે. આ તૈયારીઓને પગલે રાજ્ય સરકારે 18 IAS અને ત્રણ IPS અધિકારીઓને જવાબદારી સોંપી છે. જેમાં મોટેરા સ્ટેડિયમની સૌથી મહત્વપૂર્ણ ઈવેન્ટના સંકલનની તથા સ્ટેડિયમના પ્રેક્ષકોને લગતી જવાબદારી અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપવામાં આવી છે. આ કામગીરીમાં સામાન્ય વહીવટી વિભાગના અગ્ર સચિવ કમલ દાયાણી મદદરૂપ બનશે. જ્યારે રાજ્યના માર્ગ-મકાન સચિવ સંદીપ વસાવા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને ટ્રમ્પ જે રૂટ પરથી પસાર થવાનાથી તેની તથા એરપોર્ટ બ્રાન્ડિંગની જવાબદારી આપી છે. એરપોર્ટ પર પોલીસ વડા શિવાનંદ ઝા અને અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા ગાર્ડ ઓફ ઓનર આપશે.
રોડ શોમાં વિવિધ ધર્મ અને પ્રાંતના 50 હજાર લોકો સ્વાગત કરશે
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ટ્રમ્પ અને મોદી 22 કિલો મીટર લાંબો રોડ શો યોજશે. આ રોડ શો દરમિયાન તેમનું સ્વાગત કરવા માટે અલગ અલગ ધર્મના લોકો, અનુયાયીઓ અને પરપ્રાંતીય લોકો સહિત 50 હજાર લોકો હાજર રહેશે.
X
American President Donald trump stay in  3 and half hours in Ahmedabad road show Gandhi Ashram visit and program of Motora Stadium kem chho trump
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી