અમદાવાદ / ટ્રમ્પની મુલાકાતને પગલે AMC દ્વારા ઈન્દિરાબ્રિજ પાસે દિવાલ બનાવવાની કામગીરી, ઝૂંપડાઓ ઢાંકવાનો પ્રયાસઃ સ્થાનિકો

AMC's attempt to build a wall near Indira bridge following trump's visit

Divyabhaskar.com

Feb 13, 2020, 04:40 PM IST

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 24 ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાતને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે આજે AMC દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લઈ ઈન્દિરા બ્રિજને જોડતા રોડ પર સરણિયા વાસ પાસે દિવાલ બનાવવામાં આવી રહી છે. જેને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ એએમસી પર ઝૂંપડાઓ ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે. આ અંગે અમદાવાદના મેયર બિજલ પટેલે કહ્યું કે, મેં હજુ સુધી કંઈ જોયું નથી અને તે અંગે કંઈ જાણતી નથી.

રોડ શો માટે કોર્પોરેશન એરપોર્ટ સર્કલથી ગાંધીઆશ્રમ સુધી સ્ટેજ બનાવશે
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીને અમદાવાદના સ્ટેડિયમ અને ગાંધી આશ્રમના રૂટ સુધી ઝાકમઝોળ બતાવવા માટે સમગ્ર રૂટ પર લાઇટિંગ લગાવવામાં આવશે. તેમજ રૂટ પર ફૂલ છોડ અને જરૂરી સુશોભન કરવામાં આવશે. એરપોર્ટ સર્કલથી ગાંધીઆશ્રમ સુધી થનારા રોડ શો માટે સ્ટેજ બનાવવાની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. એરપોર્ટ, ગાંધી આશ્રમ અને સ્ટેડિયમના રૂટ પર મોદી અને ટ્રમ્પને આવકારતા હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવશે સમગ્ર રૂટ પર ફાયરબ્રિગેડની ગાડીઓ તહેનાત કરવામાં આવશે. રૂટ પરના દબાણો અને રખડતા ઢોર દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવશે

X
AMC's attempt to build a wall near Indira bridge following trump's visit

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી