તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMC પાસે હોમ ક્વોરેન્ટાઈનમાં હોય એવા 500 પરિવારની માહિતી, જીવન-જરૂરી વસ્તુઓ પહોંચાડાશે

કોરોનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઇરસના પાંચ પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં અમદાવાદના બે પોઝિટિવ કેસ સામેલ છે. જેને પગલે વિદેશથી આવેલા લોકો દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વિદેશથી અમદાવાદ આવેલી વ્યક્તિ અને હોમ ક્વોરેન્ટાઈનમાં હોય એવા 500 પરિવારનો ડેટા છે. આ 500 પરિવારને વોલિયેન્ટર ફેમિલી ક્વોરેન્ટાઈનમાં( સ્વૈચ્છિક રીતે 14 દિવસ ઘરમાં બંધ) રહેશે તો કોર્પોરેશન તેઓને મફતમાં જીવન-જરૂરિયાતની વસ્તુઓ ઘરે પહોંચાડશે. 

મ્યુ.કમિશનરની અધ્યક્ષતામાં તાકીદની બેઠક મળી
મ્યુનિસિપલ કમિશનરની અઘ્યક્ષતામાં આજે સવારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની તાકીદની બેઠક મળી હતી. જેમાં તમામ અધિકારીઓને આ પરિવારોનો સંપર્ક કરીને તેમના સુધી આ માહિતી પહોંચાડવા માટે કહ્યું છે. અત્યારથી જ તમામ અધિકારીઓ તમામ ઝોન અને વોર્ડમાં આ લોકોનો સંપર્ક કરી રહ્યાં છે. જે લોકો હોમ કવોરેન્ટાઈનમાં છે તેમના પરિવારને આ વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. જે પણ પરિવાર વોલિયન્ટર ફેમિલિ ક્વોરેન્ટાઈનમાં રહેવા માંગતા હોય તેઓ કોર્પોરેશનના અધિકારીઓનો સંપર્ક કરી તેનો લાભ મેળવી શકશે. કોર્પોરેશન દ્વારા એક વ્યક્તિ આ હોમ ક્વોરોન્ટાઈન માટે ફાળવવામાં આવી છે. જે તમામ જીવન-જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડશે.

અન્ય સમાચારો પણ છે...