તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદીના કામ ભલે ના થાય પણ સરકારી પ્રોજેક્ટોની પબ્લિસિટીમાં મ્યુનિ.એ 7 વર્ષમાં 39 કરોડ ફૂંકી માર્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સમયે કોર્પોરેશન લગાવેલા પબ્લિસિટી માટેના હોર્ડિંગ્સ - Divya Bhaskar
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સમયે કોર્પોરેશન લગાવેલા પબ્લિસિટી માટેના હોર્ડિંગ્સ
  • છેલ્લા ત્રણ વર્ષથી AMC પબ્લિસિટી પાછળ જ વર્ષે સરેરાશ રૂ. 6 કરોડનું આંધણ કરતું હોવાનો વિપક્ષી કોંગ્રેસનો આક્ષેપ
  • શાસક બોડીને પૂછ્યું તો ખો આપતા કહ્યું, મ્યુનિ. કમિશનરને પૂછો કારણ કે પબ્લિસિટીનું બજેટ તો તેઓ જ ક્લિયર કરે છે

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન કામ કરવામાં ભલે ગમેતેટલા ઠાગાઠૈયા કરતું હોય પણ પબ્લિસિટી કરવામાં લગીરે કચાશ રાખતી નથી. આ પબ્લિસિટીની લ્હાયમાં જ તો અમદાવાદ મ્યુનિ.એ છેલ્લા સાત વર્ષમાં રૂ. 39 કરોડનું આંધણ કરી નાંખ્યું છે. શહેરીજનો ભલે કમ્મરતોડ ખાડા, ગટરના ઊભરાતા ગંદા પાણી કે બંધ સ્ટ્રીટલાઈટમાં ગડથોલિયા ખાતા હોય, પણ અમદાવાદ મ્યુનિ. અને તેના સત્તાધીશોની વાહવાહી કરવા પ્રજાના નાણાં ખર્ચવામાં તેનો કોઈ જોટો નથી જડતો. તેમાં પણ છેલ્લા ત્રણ વર્ષમાં તો મ્યુનિ.એ જાહેરાત અને પોતાના કામની વાહવાહી કરવા રૂ. 20 કરોડથી વધુ ખર્ચી નાંખ્યા છે.

પ્રજાનું કામ ભલે ના થાય, ભાજપના નેતાઓ પ્રસિદ્ધિના ભૂખ્યાઃ કોંગ્રેસ
બહેરામપૂરા વોર્ડના કોંગ્રેસના કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષ નેતા બદરૂદ્દીન શેખે DivyaBhaskarને જણાવ્યું હતું કે, વર્ષ 2012-13થી અત્યારસુધીમાં અમદાવાદ મ્યુનિ.એ જાહેરાત પાછળ રૂ. 39 કરોડથી વધુનું આંધણ કર્યું છે. આ અંતર્ગત 2012-13થી 2016-17 સુધી તેણે વર્ષે સરેરાશ રૂ. 4 કરોડનો પબ્લિસિટી ખર્ચ કર્યો છે. પરંતુ 2017-18થી તો તેને જાણે પબ્લિસિટીનું ભૂત વળગ્યું છે. આ કારણથી જ છેલ્લા ત્રણ વર્ષમાં મ્યુનિ.એ સરેરાશ રૂ. 6 કરોડનો વાર્ષિક જાહેરાત ખર્ચ કર્યો છે. આ પ્રજાના પૈસે પોતાની પ્રસિદ્ધિ કરાવવાની ભૂખ છે. ભાજપના નેતાઓ આમાં શૂરા છે, પછી ભલેને પ્રજાનું કામ થાય કે ના થાય.

જે કાર્યક્રમોની જાહેરાતો કરાય છે તેમાં કોર્પોરેટરો ફરકતા પણ નથી
મ્યુનિ.એ મોટાભાગનો જાહેરાત ખર્ચ સાબરમતી શુદ્ધિકરણ, મલેરિયા, ડેન્ગ્યુ નાબૂદી, સ્વચ્છતા સર્વેક્ષણ, ગ્રીન અમદાવાદ જેવાં કેમ્પેન પાછળ કર્યો છે. એ વાત અલગ છે કે તંત્રના વિવિધ પ્રકારનાં ગતકડાં કહો કે અભિયાન ગણો, પરંતુ તેમાં લોકો તો છોડો, શહેરના કોર્પોરેટરો પણ રસ લેતા નથી. આ પ્રોજેક્ટોને લોંચ કરતી વેળાએ ફોટા પડાવ્યા બાદ ભાજપના જ નેતાઓ અને કોર્પોરેટરો અમલીકરણની પરવા કરતા નથી. તેમ છતાં મ્યુનિ.ની શાસક બોડીની પ્રચારાત્મક ઝુંબેશ સતત ચાલતી જ હોય છે, એમ બદરૂદ્દીન શેખે કહ્યું હતું.

સોશિયલ મીડિયામાં પ્રચાર માટે 3 એજન્સી રોકી, 22 લાખ આપ્યા
વિપક્ષી કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે, મ્યુનિ.ની શાસક બોડી ભાજપે સોશિયલ મીડિયામાં મેકઓવર માટે ત્રણ એજન્સીને રોકી છે. આ એજન્સી સોશિયલ મીડિયામાં ભાજપનો પ્રચાર કરે છે, પછી ભલેને ભાજપે જે કામ કર્યા હોય કે ના હોય. આ માટે આ એજન્સીઓને રૂ. 22 લાખ ચૂકવવામાં આવ્યા છે. આ રીતે પ્રજાના પૈસાનો ધૂમાડો ઉડાડવો એ ભાજપનો સ્વભાવ બની ચૂક્યો છે. સામાન્ય નાગરિકો પાસેથી તગડો યુઝર્સ ચાર્જ વસૂલનાર મ્યુનિ. તંત્ર કચરો ઉપાડવાના મામલે ભલે ઉદાસીન હોય, પરંતુ સ્વચ્છ અમદાવાદની જાહેરાત પાછળ લાખો રૂપિયા પાણીની જેમ ખર્ચી નાંખે છે.

શાસક બોડી કહે છે, જાહેરાતનું બજેટ તો કમિશનર ક્લિયર કરે છે
આ અંગે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અમૂલ ભટ્ટનો DivyaBhaskar દ્વારા સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, જાહેરાત પાછળના વાર્ષિક ખર્ચ વિશે હું કાંઈ ન કહી શકું. તમે કોઈ ચોક્કસ ખર્ચ વિશે સ્ટેન્ડિંગ કમિટિમાં આવેલી દરખાસ્ત વિશે મને પૂછો તો બરાબર છે. બાકી તો મ્યુનિ.નો પબ્લિસિટી ખર્ચ મ્યુનિ. કમિશનર ક્લિયર કરે છે તમારે તેમને જ પૂછવું જોઈએ અથવા તો ડીવાયએમસી- પબ્લિસીટી જ આના વિશે જવાબ આપી શકે.

AMCનો જાહેરાત પાછળ ખર્ચ
વર્ષ    ખર્ચ(રૂ. કરોડ)
2012-13    4.47
2013-14    4.06
2014-15    4.23
2015-16    3.68
2016-17    3.78
2017-18    6.15
2018-19    5.73
2019-20    6.47*

AMCનો ઉત્સવો પાછળ ખર્ચ
વર્ષખર્ચ (રૂ. કરોડ)
2015-1613.06
2016-1712.88
2017-1824.5
2018-1923.06
2019-2020.5

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો