તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Amc Seal 100 Shops Of Two Complexes Near Subhash Bridge For Throw Garbage In Public

ગંદકી કરવા બદલ સુભાષ બ્રિજ પાસેના બે કોમ્પલેક્સની 100 દુકાનો સીલ, બેંક અને ભંગારના વેપારીને પણ મસમોટા દંડ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: સ્વચ્છતા મામલે અમદાવાદ દેશભરમાં છઠ્ઠા નંબર રહ્યું હોવાથી સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવી ગયું છે. ઉત્તરાયણના બીજા દિવસથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી. આજે સુભાષબ્રિજ પાસે આવેલા નંદનવન કોમ્પ્લેક્સ અને કાવેરી કોમ્પ્લેક્સમાં પુષ્કળ ગંદકી કરવા બદલ તેમાં આવેલી 100 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે. તેની સાથે સાથે જાહેરમાં ગંદકી કરવા બદલ નૂતન નાગરિક બેંક(લો ગાર્ડન)થી લઈ થાઈ સેનશેસન સહિતના એકમોને રૂ. 25 હજારથી લઈ રૂ.1500 સુધીના દંડ કર્યા છે.

કયા એકમને કેટલો દંડ
- આનંદનગર રોડ પર આવેલા થાઈ સેનશેસનને જાહેરમાં રિપેરિંગ કામ બાદનો કાટમાળ  જાહેર રોડ પર નાંખવા બદલ રૂ.25 હજારનો દંડ
- સાબરમતીમાં આવેલા સાશ્વત  સ્કાયને ગટરનું પાણી જાહેરમાં નાંખવા બદલ રૂ. 5 હજારનો દંડ
- લો ગાર્ડન સ્થિત નૂતન નાગરિક બેંકને રૂ.25 હજારનો દંડ નારોલમાં આકાશ ફેશન પ્રિન્ટ્સ પ્રા.લિ.ને જાહેર રોડ પર કચરો ફેંકવા બદલ રૂ. 25 હજાર દંડ
- ઠક્કરબાપા નગરમાં આવેલા સ્ટોન કટિંગ ગોડાઉનને જાહેરમાં કચરો ફેંકવા બદલ રૂ.5 હજાર દંડ
- ઈન્ડિયા કોલોનીમાં સુહાના ગેસ્ટહાઉસને રોડ પર પાણી ફેંકવા બદલ રૂ.2500 દંડ 
- ઈન્ડિયા કોલોનીમાં આવેલા રિયાઝ સ્ક્રેપ ટ્રેડર્સને જાહેરમાં ગંદકી કરવા બદલ રૂ.1500 દંડ
- ખાડિયામાં સનરાઈઝ હોટલને જાહેર રોડ પર પાણી ફેંકવા બદલ રૂ.5000નો દંડ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો