• Gujarati News
  • National
  • AMC Navratri Mahotsav Garba Competition Marking Cleanup And Single Use Plastic Ban Campaign

AMC નવરાત્રિ મહોત્સવ ગરબા સ્પર્ધામાં સ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અભિયાન મુજબ માર્કિંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 4 ઓક્ટોમ્બરએ લાલદરવાજા ભદ્રકાળી મંદિરે યોજાનારી સ્પર્ધામાં વિજેતાને 51000 અમે ટ્રોફી આપવામાં આવશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં વિવિધ ઝોનના શેરી ગરબાના ખેલૈયાઓ વચ્ચે ગરબા સ્પર્ધા યોજાય છે. આ વર્ષે યોજાનારા નવરાત્રિમહોત્સવમાં ગરબામાં માર્કસ માટે સ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અભિયાનને પ્રાધાન્ય આપવામા આવ્યું છે. 4 ઓક્ટોમ્બરે મેયર વિજયપદ્મ ગરબા મહોત્સવમાં વિવિધ ઝોનની વિજેતા સોસાયટી/ સંસ્થા વચ્ચે સ્પર્ધા યોજાશે.

કુલ 100 માર્કસ આપવામાં આવશે
નવરાત્રિ મહોત્સવ દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં યોજાતા શેરી ગરબાની મુલાકાત લેવામાં આવે છે. જેમાં કુલ 100 માર્કસ આપવામાં આવે છે. જેમાં આ વર્ષે ગરબા સ્થળે સ્વચ્છતા માટે 10 માર્ક, ગરબા દરમિયાન સ્વચ્છતાના એનાઉન્સમેન્ટ માટે 10 માર્કસ, થીમ બેઇઝ, સિંગલ યુઝ પ્લાસ્ટિકમુક્ત અભિયાનને લગતા બેનર્સ માટે 10 માર્કસ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ટ્રેડિશનલ ગરબા અને ડ્રેસ માટે 40 માર્ક, મંડપમાં સેફટી અને સલામતી માટે 10 અને 12 વાગ્યે ગરબા પૂર્ણ કરવાના 5 માર્કસ રાખવામાં આવ્યા છે.

પ્રથમ આવનારને રૂ. 51000 અને ટ્રોફી
ઝોન દીઠ પ્રોત્સાહક ઇનામમાં પહેલા આવનાર સોસાયટીને 31000, બીજાને 21000 અને ત્રીજાને 11000 આપવામાં આવશે. 4 ઓક્ટોમ્બરના રોજ લાલદરવાજા ભદ્રકાળી મંદિર પાસે યોજાનારા મેયર વિજય પદ્મ ગરબામાં ઝોન દીઠ પ્રથમ આવનાર સોસાયટી કે સંસ્થા વચ્ચે ગરબા સ્પર્ધા થશે જેમાં પ્રથમ આવનારને 51000 અને ટ્રોફી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...