• Gujarati News
  • National
  • AMC In Ahmedabad Examined And Sampled SMC's Health Department At Well known Sweet Porcelain Shops In Surat

અમદાવાદમાં AMCએ સુરતમાં SMCના આરોગ્ય વિભાગે જાણીતી મીઠાઈ ફરસાણની દુકાનો પર તપાસ કરી નમૂના લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં નહેરુનગર ગાંઠિયા રથ, ઇસ્કોન ગાંઠિયા સહિતની દુકાનો પર તપાસ કરીને આરોગ્ય વિભાગે નમૂના લીધા
  • આવતીકાલે વિજયાદશમી- દશેરાએ અમદાવાદ સહિત રાજ્યભરના લોકો ફાફડા જલેબીની જીયાફત માણશે

મદાવાદ: આવતીકાલે વિજયાદશમી- દશેરાની ઉજવણી થશે. દશેરાએ અમદાવાદ સહિત રાજ્યભરના લોકો  ફાફડા જલેબીની જીયાફત માણશે. દશેરાએ રાજ્યભરમાં લોકો ફાફડા જલેબી આરોગશે. ત્યારે અમદાવાદમાં નહેરુનગર ગાંઠિયા રથ , ઇસ્કોન ગાંઠિયા સહિતની દુકાનો અને સુરતમાં વિવિધ સ્થળે તેમજ રાજ્યના વિવિધ શહેરોમાં આરોગ્ય ખાતાનાં અધિકારીઓ ફૂડ સેફ્ટી અંતર્ગત ફરસાણ અને મીઠાઇની દુકાનમાં કાચા માલની તપાસ કરીને નમૂના લીઘા હતા.બે ટીમ બનાવીને અમદાવાદમાં તપાસ કરાઈ હતી.
અમદાવાદમાં બે ટીમ બનાવી આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યુ
આરોગ્ય વિભાગની એ ટીમ દ્વારા મણીનગરની મહેતા સ્વીટ્સ  અને રસના સ્વીટ્સ પર નમૂના લેવાયા હતા. જ્યારે બી ટીમ દ્વારા બોડકદેવના સૌરાષ્ટ્ર ફરસાણ અને ભાવનગરી સ્વીટ્સ, નહેરુનગરના લક્ષ્મી ગાંઠીયા રથ તેમજ કર્ણાવતી ક્લબ પાસેના  ઈસ્કોન ગાંઠીયા તેમજ જય હિન્દ સ્વીટ્સ ખાતે તપાસ કરી નમૂના લેવાયા હતા.
અમદાવાદમાં મીઠાઈ-ફરસાણની દુકાનોએ મંડપ બાંધી વેચાણ
દશેરાના દિવસે શહેરમાં પ્રખ્યાત મીઠાઈ-ફરસાણની દુકાનો ઉપરાંત ઠેરઠેર મંડપ બાંધીને અને સ્ટોલ ઊભા કરીને ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ થાય છે. સામાન્ય રીતે તહેવારોની મોસમમાં મીઠાઈ અને ફરસાણમાં ભેળસેળ થતી હોય છે. દશેરા નિમિત્તે વેચવા માટે દુકાનદારો બે દિવસ પહેલાં ફાફડા-જલેબી બનાવતા હોય છે. કેટલીક દુકાનોમાં વાસી તેલમાંથી બનાવાતા ફાફડા અને નકલી ઘીમાંથી બનાવાતી જલેબી આરોગ્ય માટે હાનિકારક સાબિત થાય છે.
ચેકિંગ કરી નમૂના લેવાયા
ફાફડા જલેબીમાં ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે  શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ચેકિંગ કરીને નમૂના લીધા હતા. જેમાં નહેરુનગર ગાંઠિયા રથ , ઇસ્કોન ગાંઠિયા સહિતની દુકાનો પર ચેકિંગ કરાયું હતું અને નમૂના લેવાયા હતા. તહેવારોને અનુલક્ષીને હેલ્થ ફ્લાઈંગ સ્ક્વોડે શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન ઝુંબેશ હાથ ધરી છે અને ભેળસેળ પકડાશે તો ફૂડ સેફ્ટી એેન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ પગલાં લેવાશે. તો કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરના માર્ગો પર મંડપ બાંધી ફાફડા જલેબી વેચવા માટે આરોગ્ય વિભાગની મંજૂરી લેવાનો નિર્ણય કર્યો હતો.
ફ્રુટ અને ડ્રાયફ્રુટ કરતા પણ ફાફડા જલેબી મોંઘા
ફાફડા અને જલેબી સામે ફ્રુટ અને ડ્રાયફ્રુટના ભાવની સરખામણી કરીએ તો, ફાફડાના કિલોના ભાવ 400થી 860 સુધી છે, જ્યારે જલેબીના કિલોના ભાવ 500થી 1200 છે. તેમની સામે ફ્રુટ્સમાં દાડમના કિલોના ભાવ 160-200, સફરજન-120-200, મોસંબી-100, ચીકુ- 60-100, પપૈયા-90 રૂપિયા છે. જ્યારે ડ્રાયફ્રુટસમાં કાજુ- 960, 1080, બદામ- 760, 880, 1040, કિશમિશ- 480, 680, 960, અખરોટ- 800, 1200, જરદાલુ- 960, 1200, પીસ્તા ખારા- 1080, 1200 અને અંજીર-1200 છે.

અન્ય સમાચારો પણ છે...