અમદાવાદ / મેઘાણીનગરની DPS પ્રિ-સ્કૂલમાં લોલમલોલ, RTIમાં પોલ ખુલી, AMC પાસે કોઈ માહિતી જ નથી

AMC have not any information regarding dps pre school of meghaninagar

Divyabhaskar.com

Dec 03, 2019, 03:12 PM IST

અમદાવાદઃ શહેરના મેઘાણીનગરની કેશવબાગ સોસાયટીમાં DPS પ્રિ-સ્કૂલના નામે ચાલતી શાળાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. RTI હેઠળ માગવામાં આવેલી માહિતીમાં ખુલાસો થયો છે કે, આ શાળાનો પ્લાન, BU પરમિશન અને ફાયર NOC મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કોઈપણ પ્રકારની માહિતી જ નથી. આ ઉપરાંત માહિતી માગનારે શાળાની સાથે સાથે તે જ બિલ્ડીંગમાં MBT સિક્યુરિટી નામે ચાલતી ઓફિસ અંગે પણ માહિતી માંગી હતી.


RTI હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કઈ કઈ માહિતી માગી

1-શાળા અને ઓફિસની બિલ્ડીંગના બાંધકામ માટેનો નકશો પાસ થયો છે કે કેમ?
2-આ બિલ્ડીંગ માટેની BU પરમિશન આપવામાં આવી છે કે કેમ?
3-આ બિલ્ડીંગને ફાયર NOC આપવામાં આવી છે કે કેમ?
4- આ બિલ્ડીંગ માટેની પરમિશન કોના નામે અને કયા કયા પુરાવાઓ ઉપર આપવામાં આવી છે?
5- આ બિલ્ડીંગની આકારણી ક્યારે કરવામાં આવી હતી તેની વિગતો આપવી

કોર્પોરેશને ત્રણ બાબતોની માહિતી નથી અને બેની સંબંધિત વિભાગને તબદીલ કર્યું હોવાનું કહ્યું

1-આપના દ્વારા માંગવામાં આવેલી માહિતીનો રેકર્ડ ઉપલબ્ધ ન હોવાથી આપી શકાય તેમ નથી
2-આપના દ્વારા માંગવામાં આવેલી માહિતીનો રેકર્ડ ઉપલબ્ધ ન હોવાથી આપી શકાય તેમ નથી
3-સંબંધિત વિભાગને તબદલી કરેલ છે
4-આપના દ્વારા માંગવામાં આવેલી માહિતીનો રેકર્ડ ઉપલબ્ધ ન હોવાથી આપી શકાય તેમ નથી
5-સંબંધિત વિભાગને તબદીલ કરેલ છે

X
AMC have not any information regarding dps pre school of meghaninagar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી