તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂર્વ મેયર મીનાક્ષી પટેલની મુખ્યમંત્રીને જાહેરમાં ફરિયાદ, કાઉન્સિલર તરીકે મારું ગૃહમાં સન્માન સચવાતું નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વ મેયર અને હાલ કાઉન્સિલર મીનાક્ષી પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
પૂર્વ મેયર અને હાલ કાઉન્સિલર મીનાક્ષી પટેલની ફાઈલ તસવીર

અમદાવાદઃ વર્ષ 2020ની આગમન સાથે મહાનગરપાલિકામાં રાજકીય ગરમાવો આવી ગયો છે, કારણ કે ચાલુ વર્ષ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો હોવાથી કાઉન્સિલરોનો કકળાટ સપાટી પર આવી ગયો છે. આજે મુખ્યમંત્રી રૂપાણી મેયર બિજલ પટેલના ઘરે પતંગ ચગાવવા પહોંચ્યા હતા. જ્યાં 
કોર્પોરેટર અને પૂર્વ મેયર મીનાક્ષીબહેન પટેલે મુખ્યમંત્રીને જાહેરમાં ફરિયાદ કરી હતી કે કાઉન્સિલર તરીકે મારું ગૃહમાં સન્માન સચવાતું નથી અને સિનિયરોના અનુભવનો યોગ્ય ઉપયોગ થતો નથી.

પદાધિકારીઓની ટીમ પૂછ્યા વગર નિર્ણય કરી લે છે
તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરતી વખતે પદાધિકારીઓ પર આક્ષેપ કરતા કહ્યું કે પદાધિકારીઓની ટીમ પૂછ્યા વગર નિર્ણય કરી લે છે. આ રજૂઆત સાંભળીને મુખ્યમંત્રીને તેમને એક થઈને કામ કરવાની સલાહ આપતા કહ્યું કે અમદાવાદ શહેરની જવાબદારી તમારા સહુના શિરે છે.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો