તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad, Surat Including Vadodara Is Ranked In The Top 10 List Of 100 Smart Cities In The Country

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ્રા નંબર 1: અમદાવાદ દેશમાં 2જા, સુરત 5મા અને વડોદરા 9મા ક્રમે, ગુજરાતના 7 શહેર ટોપ-100માં સામેલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ - ફાઇલ તસવીર
 • અમદાવાદને 2જો, સુરતને 5મો અને વડોદરાને 9મો ક્રમ મળ્યો
 • આ સિવાય ગુજરાતમાંથી રાજકોટ, દાહોદ, ગાંધીનગર અને દીવને પણ સ્માર્ટ સિટીના લિસ્ટમાં સ્થાન મળ્યું

અમદાવાદઃ ભારત સરકારે 100 સ્માર્ટ સિટીની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના ત્રણ શહેરોને ટોપ 10માં સ્થાન મળ્યું છે. તેમાં અમદાવાદને 2જો, સુરતને 5મો અને વડોદરાને 9મો ક્રમ મળ્યો છે. આ ઉપરાંત રાજ્યમાંથી દાહોદ, રાજકોટ, ગાંધીનગર અને દીવને પણ સ્માર્ટ સિટીની યાદીમાં સ્થાન મળ્યું છે. રાજકોટને 43મો, ગાંધીનગરને 50મો, દાહોદને 59મો અને દીવને 99મો ક્રમાંક મળ્યો છે. જ્યારે આ યાદીમાં ઉત્તરપ્રદેશનું કાનપુર પ્રથમ ક્રમાંકે છે.
પૂરતું ફંડ ટ્રાન્સફર ન થતાં સ્માર્ટ સિટીમાં અમદાવાદ બીજા નંબરે
કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટીના રેન્કિંગ જાહેર કર્યા હતા, જેમાં અમદાવાદ બીજા ક્રમાંકે આવ્યું છે, પહેલાં ક્રમાંકે આગ્રા છે. ગત વર્ષે અમદાવાદ પ્રથમ નંબર પર હતું પરંતુ આ વર્ષે ફંડ ટ્રાન્સફરમાં માર્ક્સ કપાતા અમદાવાદ બીજા ક્રમે ધકેલાયું છે. સુરતનો પાંચમો નંબર અને વડોદરા નવમાં ક્રમાંકે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટની અમલવારીમાં દેશના 100 શહેરોમાં અમદાવાદ 42.45 માર્ક સાથે પ્રથમ નંબરે છે જ્યારે આગ્રાને 41.99 માર્ક મળ્યા છે પરંતુ ફંડ ટ્રાન્સફરમાં અમદાવાદને માત્ર 6.96 માર્ક મળ્યા છે જે આગ્રાની તુલનામાં 5 જેટલા ઓછા છે. આગ્રાને 11.18 માર્ક મળ્યા છે. તે જ રીતે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સ્માર્ટ સિટી અંતર્ગત મળેલી ગ્રાન્ટનાે ઉપયોગ કરવા માટે અમદાવાદને 13.69 માર્ક મળ્યા છે જ્યારે આગ્રાને 14 માર્ક મળ્યા છે. આમ અમદાવાદનો કુલ સ્કોર 67.62 છે જ્યારે આગ્રાનો 73.17 છે. ફંડ ટ્રાન્સફર કરવામાં મ્યુનિ.ની કે રાજ્ય સરકારની ચૂક છે કે કેમ તે અંગે અધિકારીઓ કંઈ પણ કહેવા તૈયાર નથી. જોકે અમદાવાદ મ્યુનિ. સ્માર્ટ સિટી હેઠળ મૂકેલા મોટાભાગના તમામ પ્રોજેક્ટ પ્રગતિમાં હોવાને કારણે તેમાં સૌથી વધુ માર્ક્સ મળ્યા છે.

ક્રમશહેરસ્કોર
2અમદાવાદ67.62
5સુરત58.95
9વડોદરા53.81
43રાજકોટ36.96
50ગાંધીનગર33.75
59દાહોદ29.98
99દીવ8.72

100 સ્માર્ટ સિટીનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો