તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં સીઝનની 30 ઈંચની જરૂરિયાત સામે 31.56 ઈંચ વરસાદ, શહેરમાં બપોરે ધોધમાર વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સીઝનનો સૌથી વધુ 41 ઈંચ સરખેજમાં અને સૌથી ઓછો રાણીપ અને કોતરપુરમાં 24 ઈંચ નોંધાયો
  • રાત્રે વીજળીના કડાકાભડાકા સાથે દોઢથી ચાર ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ: ગઈકાલે રાત્રે વીજળીના કડાકાભડાકા સાથે દોઢથી ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે સવારે ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયો હતો. જોકે, બપોરે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. અત્યાર સુધી સીઝનનો 31.56 વરસાદ વરસ્યો છે જે સીઝનના 30 ઈંચ સામે દોઢ ઈંચ વધારે વરસ્યો છે. શહેરભરમાં વાદળીયા વાતવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે.
રાત્રે સરખેજમાં અડધા કલાકમાં 4 ઈંચ
ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ 14 કિલોમીટરની ઝડપે પવન અને વીજળીના પ્રચંડ કડાકા સાથે શહેરભરમાં વરસાદ તૂટી પડ્યો હતો. સરખેજમાં તો 25 મિનિટમાં જ 4 ઈંચ વરસાદ પડી ગયો. શહેરમાં 1 કલાકમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ  પડ્યો હતો. વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે વાસાણા 5 દરવાજા 3 ફૂટ ખોલાયા હતા.
અનેક વિસ્તાર પાણી ભરાતા બેટમાં ફેરવાયા
એકાએક ખાબકેલા વરસાદથી અખબારનગર અને શાહીબાગ અંડરપાસ બંધ કરવા પડ્યા હતા. 100થી વધુ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા અને ત્રણ સ્થળે વૃક્ષ તૂટી પડ્યા હતા. રાણીપ સહિત કેટલાક વિસ્તારમાં નવરાત્રી માટે બાંધવામાં આવેલા મંડપ ઉડી ગયા હતા. આનંદનગર, જોધપુર, વેજલપુર, જીવરાજપાર્ક, હેલ્મેટ સર્કલ, નિકોલ, હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તાર તો પાણી ભરાતા બેટમાં ફેરવાયા હતા.
રાણીપ સહિતના વિસ્તારમાં નવરાત્રીના મંડપ ઉડ્યા
નવરાત્રીને આડે હવે માત્ર 2 દિવસ બાકી છે ત્યારે પડેલા વરસાદને પગલે આયોજકોમાં પણ ચિંતા છે. રાણીપ સહિતના કેટલાક વિસ્તારોમાં નવરાત્રી માટે બાંધવામાં આ‌વેલા મંડપ ભારે પવનને કારણે ઉડી ગયા હતા. 1 કલાક પછી અંડરપાસ ખોલી દેવામાં આવ્યાહતા.
દૂધેશ્વરમાં 2.25, મેમ્કોમાં 2, બોડકદેવમાં 1.75 ઈંચ

વિસ્તારરાત્રે વરસેલો વરસાદ (ઈંચમાં આંકડા)સીઝનનો કુલ વરસાદ (ઈંચમાં આંકડા)
સરખેજ441
દૂધેશ્વર2.2529
મેમ્કો228
બોડકદેવ1.7528
રાણીપ1.524
ઉસ્માનપુરા1.526
ચાંદખેડા1.525
ગોતા1.2531
કોતરપુર1.2524
વટવા1.2534
નરોડા128
પાલડી130
દાણાપીઠ0.7528
મણિનગર0.7529
વિરાટનગર0.730
ઓઢવ0.534
ચકુડિયા0.0333
અમદાવાદ1.7531.56
અન્ય સમાચારો પણ છે...