ભારે વરસાદને લીધે અમદાવાદ પટણા ફ્લાઈટ વારાણસી ડાઈવર્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર
  • એરપોર્ટ પર પાણી ભરાયેલું હોવાથી લેન્ડિંગની મંજૂરી ન મળી

અમદાવાદઃ ભારે વરસાદને કારણે પટણા એરપોર્ટ પર પાણી ભરાતા બપોરે 12.15 વાગે અમદાવાદથી પટણા ગયેલી સ્પાઈસ જેટની ફ્લાઈટ એસજી 954 વારાણસી ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતી. આ ફ્લાઈટ બપોરે લગભગ 1.40 વાગે પટણા પહોંચી હતી. પરંતુ એરપોર્ટ પર પાણી હોવાથી એટીસીએ ફ્લાઈટને લેન્ડિંગની મંજૂૂરી આપી ન હતી. ત્યારબાદ ફ્લાઈટ વારાણસી ડાયવર્ટ કરાઈ હતી. જો કે થોડા સમય બાદ પટણા એરપોર્ટ પર પાણી ઓસરી જતા ફ્લાઈટ બપોરે લગભગ 3.00 વાગે પટણા પરત ફરી હતી. જેના પગલે પટણાથી પરત અમદાવાદ આવતી ફ્લાઈટ પણ 3.10 કલાક મોડી પડી હતી.

13 ફ્લાઈટ 3 કલાક સુધી મોડી પડી

એરલાઈન મોડી પડી
ઇન્ડિગો  
દિલ્હી-અમદાવાદ 1.02 કલાક
મુંબઈ-અમદાવાદ 1.10 કલાક
   
એર ઇન્ડિયા  
બેંગલુરુ-અમદાવાદ 54 મિનિટ
ઓઝર-અમદાવાદ 52 મિનિટ
અમદાવાદ-બેંગલુરુ 45 મિનિટ
અમદાવાદ-દિલ્હી 52 મિનિટ
અમદાવાદ-ઓઝર 1.06 કલાક
   
સ્પાઈસ જેટ  
પટણા-અમદાવાદ 3.10 કલાક
ચેન્નઈ-અમદાવાદ 1.33 કલાક
અમદાવાદ-દેહરાદૂન 45 મિનિટ
અમદાવાદ-દુબઈ 1.00 કલાક
અમદાવાદ-બેંગકોક 1.40 કલાક
અન્ય સમાચારો પણ છે...