વિલંબ / અમદાવાદ-મુંબઈ ફ્લાઈટ 4.30 કલાક ડીલે થતાં મુસાફરોનો હોબાળો

ફ્લાઈટ મોડી પડતાં મુસાફરોએ કલાકો સુધી બેસી રહેવું પડ્યું હતું.
ફ્લાઈટ મોડી પડતાં મુસાફરોએ કલાકો સુધી બેસી રહેવું પડ્યું હતું.

  • ગો એરે 4 વાર સમય બદલ્યો, બપોરની ફ્લાઈટ સાંજે 6.30એ ઊપડી
  • કેટલાક મુસાફરો આગળની કનેક્ટિંગ ફ્લાઈટ ચૂકી ગયા

Divyabhaskar.com

Dec 03, 2019, 02:27 AM IST
અમદાવાદ: અમદાવાદથી મુંબઈ જતી ગો એરની બપોરની 2.10ની ફ્લાઈટ 4.30થી 5 કલાક ડીલે થતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મુંબઈથી ફ્લાઈટ અમદાવાદ મોડી આવતાં બપોરે 1 વાગ્યે આવેલા 40થી વધુ મુસાફરોએ કલાકો સુધી બેસી રહેવું પડ્યું હતું. સાંજે 6.30 વાગ્યે મુંબઈ રવાના થઈ હતી. મુસાફરોએ ગોએરના અધિકારીઓએ સહકાર ન આપ્યાનો આક્ષેપ કર્યો હતો.
ગો-એરના અધિકારીઓએ ઉડાઉ જવાબ આપ્યાનો મુસાફરોનો આક્ષેપ
ગોએરની ફ્લાઈટ ડીલે થવા અંગે મુસાફરોએ અધિકારીઓને કારણ અંગેની પૃચ્છા કરી હતી પરંતુ અધિકારીઓએ આ અંગે ઉડાઉ જવાબ આપ્યા હતા અને ખરાબ વાતાવરણનું બહાનું આગળ ધર્યું હતું. જો કે, બીજી તમામ ફ્લાઈટો જતી હોવાના કારણે મુસાફરો વધુ રોષે ભરાયા હતા. એક મુસાફર મયંક બંસલે કહ્યું કે, મારે મુંબઈથી ફ્રાન્સની રાત્રે 1 વાગ્યાની ફ્લાઈટ છે જેની 50 હજારની ટિકિટ લીધી છે. હું સમયસર અને સેફલી પહોંચી શકું એટલા માટે બપોરે 2.10ની ગોએરની ફ્લાઈટમાં ટિકિટ બુક કરાવી હતી. ગોએરના અધિકારીઓને પૂછતાં પહેલાં તેમણે 2.30, 3.30, 4.00 અને પછી 4.30એ ફ્લાઈટ ઉપડશે એવા ઉડાઉ જવાબો આપ્યા હતા. જો કે, આ સમયે પણ ફ્લાઈટ ન આવતાં હોબાળો કરતાં ટિકિટના 5 હજાર પરત કરવાની વાત કરી હતી. પરંતુ કનેક્ટિંગ ફ્લાઈટ હોવાના કારણે એ ફ્લાઈટ મિસ થાય તો જવાબદારી કોની? અંતે 6.30 વાગ્યે ફ્લાઈટ ઉપડી હોવાનું જાણવા મળ્યું છે.
X
ફ્લાઈટ મોડી પડતાં મુસાફરોએ કલાકો સુધી બેસી રહેવું પડ્યું હતું.ફ્લાઈટ મોડી પડતાં મુસાફરોએ કલાકો સુધી બેસી રહેવું પડ્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી