અમદાવાદીને ઓનલાઈન ઝોમેટો એપમાંથી મંગાવેલા બે પીઝા રૂ. 60 હજારમાં પડ્યા !!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પીઝા ખરાબ આવતા ગ્રાહકે રિફંડ માંગ્યું હતું
  • ઝોમેટોમાંથી બોલું છું કહી રિફંડના નામે વિગતો લઈ પૈસા ઉપાડી લીધા

અમદાવાદ: ઓનલાઈન ફૂડ ડિલિવરીમાં ખરાબ ફૂડ આવવાના કિસ્સા સામે આવ્યા છે, પરંતુ ખરાબ ફૂડના પૈસા રિફંડ આપવાના બહાને વિગતો મેળવી અને છેતરપિંડી આચર્યાનો બનાવ સામે આવ્યો છે અને તેનો ભોગ એક અમદાવાદી બન્યો છે. ઝોમેટો એપથી તેણે બે પીઝા મંગાવ્યા હતા. જો કે, ખરાબ પીઝા આવતા તેણે ઝોમેટોમાં ફોન કર્યો હતો. પરંતુ કોઈ રિપ્લાય આવ્યો ન હતો.  ગઠિયાએ ઝોમેટોમાંથી બોલું છું કહી રિફંડના નામે લિંકમાં વિગતો લઈ રૂ. 60 હજાર ખાતામાંથી ઉપાડી લીધા હતા.

લિંક મોકલી તો તરત 5 હજાર ઉપડ્યા
થલતેજના સુરધારા બંગ્લોઝમાં રહેતા અને સાણંદમાં રેસ્ટોરાં ધરાવતા ઋષભ શાહે 6 દિવસ પહેલા ઝોમેટોમાંથી બે પીઝા મંગાવ્યા હતાં. જો કે ખરાબ આવતા તેઓએ ઝોમેટો હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. અજાણ્યા વ્યક્તિએ ઝોમેટોમાંથી બોલું છું કહી ફોન કર્યો હતો. રૂષભે હેલ્પલાઇનમાંથી બોલતા હોવાનું માની રિફંડ માંગતા એક લિંક મોકલી આપું છું એમાં વિગત ભરી મેસેજ કરો એમ કહેતા તેઓએ વિગત મેસેજ કરી હતી. જેથી તાત્કાલિક 5000 ઉપડી ગયા હતા.

6 ટ્રાન્ઝેક્શનમાં 60 હજાર ઉપડ્યા
બાદમાં બે દિવસ પહેલા અજાણી વ્યક્તિએ ફોન કરી અને પૈસા ડેબિટ થઈ ગયા છે તો એક મેસેજ મોકલું એ ત્રણ વખત મને મોકલો તેમ કહ્યુ હતું. ત્રણ વખત મેસેજ મોકલતા 6 ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 60,885 ઉપડી ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.