DB સ્પેશિયલ / અમદાવાદના લો ગાર્ડનની ખાઉ ગલી હવે હેપ્પી સ્ટ્રીટ, હેરિટેજ લૂક, સાયકલ ટ્રેક અને અનોખી ફૂટપાથ

  • ફેબ્રુઆરીથી અમદાવાદીઓ હેપ્પી સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી શકશે
  • આખી સ્ટ્રીટ ફૂડને હેરિટેજ સ્ટ્રીટ દેખાય તેવો લુક આપવામાં આવ્યો

Divyabhaskar.com

Jan 22, 2020, 09:34 PM IST

અમદાવાદ: ખાવા-પીવાના શોખીન અમદાવાદીઓ માટે લો ગાર્ડન પાસે બનાવાયેલી 'હેપ્પી સ્ટ્રીટ ફૂડ' તૈયાર થઈ ગઈ છે. ફેબ્રુઆરીથી અમદાવાદીઓ હેપ્પી સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી શકશે. આ અંગે DivyaBhaskarએ એક સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલી 'હેપ્પી સ્ટ્રીટ ફૂડ'ની DivyaBhaskar દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. 'હેપ્પી સ્ટ્રીટ ફૂડ'માં એક તરફ લો ગાર્ડન તરફથી શરૂ થતી 31 મોટી અને ત્રણ પ્રકારની 11 નાની ફૂડ વાન ઉભી રહેશે. એક ફૂડ વાન આગળ 24 લોકો બેસી શકે તેટલી જ જગ્યા રખવામાં આવી છે. તેની સામેની બાજુએ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે જ્યાં ટૂ વ્હીલરો પાર્ક કરી શકાશે. પાર્કિંગની સાઈડમાં એક સાયકલ ટ્રેક અને ફૂટપાથ પણ બનાવવામાં આવી છે. આખી સ્ટ્રીટ ફૂડને હેરિટેજ સ્ટ્રીટ દેખાય તેવો લુક આપવામાં આવ્યો છે. ફૂડ વાનો જ્યાં ઉભી રાખવાની જગ્યા છે, તેની આગળ એક ડ્રેનેજ લાઈન પણ નાખવામાં આવી છે. જેના કારણે તમામ પાણી અને કચરો ત્યાંથી તાત્કાલિક દૂર થઇ જાય અને સ્વચ્છતા જળવાઈ રહેશે.

હેપ્પી સ્ટ્રીટ પર આવેલું 100 વર્ષ જૂનું જોગણી માતાનું મંદિર

ફૂડના આનંદ અને આસ્થાનો સંગમ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી 'હેપ્પી સ્ટ્રીટ ફૂડ'માં સૌથી મહત્વની વાત એ છે કે 100 વર્ષ જૂનું જોગણી માતાનું મંદિર પણ આવેલું છે. જ્યાં ફૂડ વાન ઉભી રાખવામાં આવશે, તે જ લાઈનમાં આ મંદિર આવેલું છે. વર્ષોથી આ મંદિર સાથે વેપારીઓ અને લોકોની આસ્થા જોડાયેલી છે. જેથી આ મંદિર સ્ટ્રીટ ફૂડમાં જ્યાં હતું ત્યાં જ રાખવામાં આવ્યું છે.

જોગણી માતાનું મંદિર રાખ્યું ખરું પણ ડેવલપ ન કર્યું
જોગણી માતાના મંદિરના પૂજારી કમલેશ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે આ સ્ટ્રીટ ફૂડ બનાવવાની હતી ત્યારે આ મંદિરને ડેવલપ કરી આપવાની વાત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કરી હતી. મંદિર માટે અડધો ખર્ચ કોર્પોરેશન અને અડધો ખર્ચ બિલ્ડર આપશે તેવું કહ્યું હતું. પરંતુ હજી સુધી તેઓએ મંદિરને ડેવલપ કરવાની કોઈપણ પ્રકારની કામગીરી શરૂ કરી નથી. આ મંદિરની સાઈડમાં જાતે માર્બલ નખાવવા પડ્યા છે. મંદિર બહાર જ્યાં શેડ છે ત્યાં ધાબુ કરી આપવાની વાત કરી હતી આખી સ્ટ્રીટ ફૂડ બની ગઈ છતાં તેઓએ ધાબુ કરી આપ્યું નથી.

શું છે ગાઈડ લાઈન?
- દરેક વાનના માલિકે માન્ય મોબાઇલ ફૂડ વે‌ન્ડિંગ લાયસન્સ ગ્રાહકો જોઇ શકે તે રીતે પહેરવાં પડશે

- ફૂડ વાનના સ્ટાફે સંપૂર્ણ પોશાક પહેરવો પડશે

- ટોપી, સ્કાર્ફ અથવા હેર નેટથી વાળ ઢાંકવા પડશે

- હેન્ડ ગ્લોવ્ઝ જરૂરી બનશે

- ધૂમ્રપાન નહીં કરી શકાય

- બે વાન વચ્ચે 4થી 6 ફૂટનું અંતર રાખવું પડશે

- 18 ફૂટથી લાંબી અને 7 ફૂટથી પહોળી ફૂડવાનને મંજૂરી નહીં મળે

- ટ્રાફિકના નિયમોને અનુસરવું પડશે

- ઓછામાં ઓછા દર બે કલાકે ગરમ અને ઠંડા ખોરાકનું તાપમાન ચકાસવા થર્મોમીટરનો ઉપયોગ કરવો પડશે

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી