અમદાવાદ / ક્રાઈમ બ્રાન્ચે ખંડણી કેસની ફરિયાદ નોંધી છતાં ACP કહે છે આવો કોઈ ગુનો નોંધાયો નથી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો લોગો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો લોગો

Divyabhaskar.com

Jan 14, 2020, 07:15 PM IST

અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ સંવેદનશીલ કેસમાં તટસ્થ તપાસનો ભરોસો રાખી ગૃહમંત્રી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપતા હોય છે. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી ઓનલાઈન રેકોર્ડ હોવા છતાં એવો કોઈ બનાવ કે ગુનો નથી નોંધાયો હોવાનું જણાવી રહ્યા છે. ખંડણી મામલે ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધીને ઓનલાઈન એફઆઈઆર પણ મુકી હોવાછતાં એસીપી બી.વી. ગોહિલે આ પ્રકારનો કોઈ ગુનો ન નોંધાયો હોવાનો જવાબ આપ્યો હતો.

ગુના રજીસ્ટર નંબર આપવા છતાં બી.વી. ગોહિલે કહ્યું આવો કોઈ ગુનો નોંધાયો નથી
અમદાવાદ શહેરમાં એક મોટા વ્યક્તિ પાસે કરોડો રૂપિયાની ખંડણી માંગવાનો બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનારે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. આ ગુનાની માહિતીની FIR ઓનલાઈન મુકવામાં આવી છે, જેનો ગુના રજીસ્ટર નંબર 11191011200007 આપવામાં આવ્યો છે. આ મામલે જ્યારે DivyaBhaskarએ ક્રાઈમ બ્રાન્ચના એસીપી બી.વી. ગોહિલને ખંડણી અંગેનો કોઈ ગુનો નોંધવા આવ્યો છે કે કેમ તે બાબતે પૂછતાં તેઓએ આવો કોઈ જ ગુનો નોંધવામાં નથી આવ્યો તેમ કહી દીધું હતું. ઓનલાઈન ફરિયાદ મુકવામાં આવી છે, ગુના રજીસ્ટર નંબર આપવા છતાં પણ બી.વી. ગોહિલે કોઈ ગુનો ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો નથી તેવું કહ્યું હતું.

ડીસીપીએ કહ્યું પછીથી માહિતી આપીશું
જ્યારે આ અંગે ડીસીપી દીપન ભદ્રનને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ગુના બાબતે પછીથી માહિતી આપીશું. આમ સ્પષ્ટ જણાય છે કે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવે છે ઓનલાઈન ફરિયાદ છે છતાં પણ અધિકારી સ્પષ્ટ ના પાડી જૂઠું બોલે છે.

X
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો લોગોઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો લોગો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી