આગાહી / બુધવારથી ઠંડી વધવાની શક્યતા, રવિવારે શહેરનું લઘુતમ તાપમાન 3.8 ડિગ્રી ઘટ્યું  

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

Divyabhaskar.com

Nov 17, 2019, 11:10 PM IST
અમદાવાદ: રાજ્યમાં પવનની દિશા બદલાઇને ઉત્તર-પૂર્વીય ઠંડા પવન શરૂ થયા છે, જેને પગલે રવિવારે સવારથી લોકોએ હળવી ઠંડીનો અનુભવ કર્યો હતો. ઠંડા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. બુધવારથી ઠંડકમાં ક્રમશ: વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે.
લઘુતમ તાપમાન 3.8 ડિગ્રી ગગડીને 20.2 ડિગ્રી નોંધાયું
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિવારે અમદાવાદમાં વહેલી સવારથી લોકોએ હળવી ઠંડકનો અનુભવ કર્યો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.1 ડિગ્રી ગગડીને 31.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 3.8 ડિગ્રી ગગડીને 20.2 ડિગ્રી નોંધાયું હતું.
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી