ગતિ મર્યાદા / અમદાવાદમાં આજથી વાહનની સ્પીડ નક્કી, ઓવર સ્પીડ પર 2 વર્ષ સુધીની જેલ

Ahmedabad becomes the first city of Gujarat to determine vehicle speed imprisonment for 2 years at over speed

  • પોલીસ કમિશનરના જાહેરનામાનો અમલ શરૂ 12 ઓગસ્ટની મદ્યરાતથી અમલ શરૂ
  • શહેરમાં ટુ- વ્હીલરની 50, કારની 60, રિક્ષા,ભારે વાહનોની 40ની સ્પીડ નક્કી કરાઈ
  • અમદાવાદમાં વાહનોની સંખ્યા 44 લાખ, તેની સામે સ્પીડ ગન માત્ર 5 છે

Divyabhaskar.com

Aug 13, 2019, 01:28 PM IST

અમદાવાદ: શહેરમાં વધી રહેલી ટ્રાફિક અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા તમામ રોડ પર વાહનની સ્પીડ નક્કી કરાઈ છે. સાથે જ ગુજરાતમાં સ્પીડ નક્કી કરનાર અમદાવાદ ગુજરાતનું પ્રથમ હરોળનું શહેર બન્યું છે. શહેરની અંદરના તમામ રસ્તાઓ અને એસપી રિંગ રોડ ઉપર ટુ વ્હીલર માટે 50, થ્રી વ્હીલર માટે 40, કાર માટે 60 અને ટ્રક સહિતના વાહનો માટે 40ની સ્પીડ નક્કી કરાઇ છે. જ્યારે એસજી હાઈવે અને નારોલથી નરોડા હાઈવે કે જે નેશનલ હાઈવેમાં આવે છે, તેના ઉપર ટૂ વ્હીલર 80, થ્રી વ્હીલર 50, કાર 100, મીની લકઝરી બસો 90 જ્યારે ટ્રક - ટ્રેલર સહિતના ભારે વાહનો માટે 80 ની સ્પીડ નક્કી કરવામાં આવી છે.
ઓવરસ્પીડમાં દંડ કરતો સજા નહીં
ઓવર સ્પીડ બદલ અત્યારસુધી રૂ.1000 દંડ વસૂલ કરાતો હતો. પરંતુ સોમવાર રાતથી તેમની પાસેથી દંડ તો વસૂલ કરવામાં આવશે પરંતુ તેમની સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે જેમાં મહત્તમ 2 વર્ષની સજા થઇ શકે છે.
સોમવારે CPએ જાહેરનામું બહાર પાડ્યું
પોલીસ કમિશનર એ.કે.સિંઘે સોમવારે સાંજે જાહેરનામું બહાર પાડ્યુ છે, જેનો અમલ 12 ઓગસ્ટની રાતથી શરૂ કરી દેવાયો છે. વાહનની સ્પીડ નક્કી કરનારું અમદાવાદ ગુજરાતનું પહેલું શહેર છે. અમદાવાદમાં હાલમાં વાહનોની સંખ્યા 44 લાખ છે, જેની સામે ટ્રાફિક પોલીસના 1000 જવાનો ટ્રાફિક નિયમન કરે છે. જ્યારે ટ્રાફિક પોલીસ પાસે ઓવર સ્પીડના કેસ કરવા માટે માત્ર 5 જ સ્પીડ ગન છે. તો ટ્રાફિક પોલીસ ઓવર સ્પીડના કેસો કેવી રીતે કરશે, તે સૌથી મોટો સવાલ છે.
વધુ સ્પીડગન ખરીદાશે
ડીસીપી ટ્રાફિક તેજસ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ટ્રાફિક પોલીસ 5 સ્પીડ ગનથી એસજી હાઈવે અને એસપી રિંગ રોડ પર ઓવર સ્પીડના કેસ કરે છે. હવે સ્પીડ લિમિટ નક્કી થતાં વધુ સ્પીડ ગન ખરીદાશે.
આ કલમ હેઠળ ગુનો નોંધાશે
મોટર વ્હીકલ એકટ 1988 ની કલમ 183(1)(2) - ઓવર સ્પીડમાં વાહન ચલાવતા પહેલી વખત પકડાય તો રૂ.400, બીજી વખત રૂ.1000 દંડ.
મોટર વ્હીકલ એકટ કલમ 184 - ભયજનક વાહન ચલાવનારને 1 હજાર દંડ અથવા તો 6 માસની સજા અને બીજી વખત 2 હજાર દંડ કે 2 વર્ષની જેલ
આ 5 વિસ્તારમાં ડ્રાઈવ યોજાશે
ઓગણજ સર્કલ, વિશાલા હોટેલ નજીક, નિરમા યુનિવર્સિટી પાસે, ઓઢવ રિંગ રોડ અને કોતરપુર ખાતે ડ્રાઈવ યોજાશે.

ગતિ મર્યાદામાં SG હાઈવે, નારોલથી નરોડા નેશનલ હાઈવેનો સમાવેશ

વાહનનો પ્રકાર 4થી વધુ લેનવાળા રોડ મ્યુનિ.ની હદના માર્ગ અન્ય માર્ગ
કાર સહિત M-1 કેટગરીના વાહનો 100 કિમી કલાક 70 કિમી કલાક 70 કિમી કલાક
9 કે તેથી વધુ બેઠકના M-2,M-3 કેટેગરીના વાહન 90 કિમી કલાક 60 કિમી કલાક 60 કિમી કલાક
ગૂડ્સ કેરિયર 80 કિમી કલાક 60 કિમી કલાક 60 કિમી કલાક
મોટર સાઈકલ (બાઈક) 80 કિમી કલાક 60 કિમી કલાક 60 કિમી કલાક
ક્વોડ્રીસાઈકલ 60 કિમી કલાક 50 કિમી કલાક 50 કિમી કલાક
થ્રી-વ્હીલર વાહનો 50 કિમી કલાક 50 કિમી કલાક 50 કિમી કલાક
X
Ahmedabad becomes the first city of Gujarat to determine vehicle speed imprisonment for 2 years at over speed
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી