દંડ વધારાનો ડર  / અમદાવાદમાં ટ્રાફિક નિયમનના પાલનમાં 33% સુધારો, ઈ-મેમોની સંખ્યા 6 હજારથી ઘટીને 2 હજાર થઈ  

મોટાભાગના લોકો હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરાલા દેખાયા
મોટાભાગના લોકો હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરાલા દેખાયા

  • હેલ્મેટ-સીટ બેલ્ટ વિના 6 હજાર ઈ-મેમો અને સ્થળ પર 6500 લોકો દંડાતા
  • ઈ-મેમોની સંખ્યા ઘટીને 2000 થઈ, જ્યારે સ્થળ પર 1800 લોકો દંડાય છે

Divyabhaskar.com

Nov 17, 2019, 11:39 PM IST
અમદાવાદ: વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટિમ પર ડે પર ‘દિવ્ય ભાસ્કર’ અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (સીઈઈ) દ્વારા નહેરુનગર અને શિવરંજની જંકશન ખાતે નવા મોટર વ્હીકલ એક્ટના અમલ પછી હેલ્મેટ અને સીટ બેલ્ટ અંગે ઓબ્ઝર્વેશનલ સ્ટડી કરાયો હતો. બંને જંકશન ખાતે 90 ટકા લોકોએ સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેર્યા હતા. આ સ્ટડી રિપોર્ટ સીઈઈના વિવિધ પ્રોજેક્ટમાં કામ કરતાં વિદ્યાર્થીઓએ સવારે 3 કલાક અને બપોરે 3 કલાકના સમયગાળામાં કર્યા હતા. ટ્રાફિક ડીસીપી તેજસ પટેલે કહ્યું કે, નવા એક્ટના અમલ પછી ટ્રાફિક નિયમના પાલનમાં 33 ટકાનો સુધારો થયો છે. કાયદાના અમલ પૂર્વે હેલ્મેટ અને સીટ બેલ્ટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા બદલ 6600 ઈ-મેમો અને 6500 લોકોને સ્થળ પર દંડ કરાતો હતો. નવા કાયદા પછી ઈ-મેમોની સંખ્યા ઘટીને 2 હજાર જ્યારે સ્થળ પર 1800 લોકોને દંડ કરાય છે.
10 મહિનામાં હેલ્મેટનો 6.39 કરોડ દંડ વસૂલાયો
મહિનો હેલ્મેટ મોબાઈલ સીટ બેલ્ટ
- કેસ દંડ કેસ દંડ કેસ દંડ
જાન્યુઆરી 110896 1.10 કરોડ 216 2.13 લાખ 7683 7.68 લાખ
ફેબ્રુઆરી 81351 81.35 લાખ 121 1.21 લાખ 10997 11 લાખ
માર્ચ 66608 66.60 લાખ 127 1.27 લાખ 15293 15.29 લાખ
એપ્રિલ 63019 63.01 લાખ 126 1.24 લાખ 13978 13.98 લાખ
મે 60687 60.70 લાખ 142 1.36 લાખ 13622 13.63 લાખ
જૂન 72473 72.50 લાખ 124 1.20 લાખ 12094 12.10 લાખ
જુલાઈ 67031 67.03 લાખ 136 1.34 લાખ 13330 13.33 લાખ
ઓગસ્ટ 72794 72.79 લાખ 140 1.38 લાખ 16140 16.13 લાખ
સપ્ટેમ્બર 34002 42.03 લાખ 603 3.31 લાખ 10565 25.19 લાખ
ઓક્ટોબર 2058 2.07 લાખ 2135 1.77 લાખ 8446 42.21 લાખ
કુલ 630919 6.39 કરોડ 3870 25.21 લાખ 122148 1.70 કરોડ
X
મોટાભાગના લોકો હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરાલા દેખાયામોટાભાગના લોકો હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરાલા દેખાયા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી