તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmed Patel's Son in law Questioned In Sandesara Brothers' Rs 14,500 Crore Loan Scam

સાંડેસરા બંધુના 14,500 કરોડના લોન કૌભાંડમાં અહેમદ પટેલના જમાઈની પૂછપરછ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ - Divya Bhaskar
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ
  • સિદ્દિક-ફૈઝલને રોકડ આપી હોવાનું સાંડેસરા ગ્રૂપના સુનીલ યાદવે સ્વીકારતાં EDની કાર્યવાહી

અમદાવાદ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર અને જમાઈ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ(ઇડી)ની રડારમાં આવી ગયા છે. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટએ, સ્ટર્લીંગ બાયોટેક બેન્કના લોનના ફ્રોડ કેસમાં અહેમદ પટેલના જમાઈનું સ્ટેટમેન્ટ રેકોર્ડ પર લીધું છે.
 

સ્ટેટમેન્ટ લીધા પછી ઇડી હજી બીજુ સમન્સ પાઠવી શકે

અગાઉ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને જમાઈ ઈરફાન સિદ્દિકીનું નામ મની લોન્ડ્રીંગ કેસમાં બહાર આવ્યું છે. ઇડીનાં સૂત્રોએ જણાવ્યું કે સાંડેસરા ગ્રૂપના ડિરેકટરે તપાસ દરમિયાન રૂ. 14,500 કરોડનાં બેન્ક લોન ફ્રોડ મામલે અહેમદ પટેલનાં પુત્ર અને જમાઈનું નામ લીધું હતું. જ્યારે ઇડીએ અહેમદ પટેલના જમાઇ ઇરફાનનું મંગળવારે સ્ટર્લીંગ બાયોટેક બેન્કના લોનના ફ્રોડ કેસમાં સ્ટેટમેન્ટ રેકોર્ડ પર લીધું છે. આ સ્ટેટમેન્ટ લીધા પછી ઇડી હજી બીજુ સમન્સ પાઠવી શકે છે. અગાઉ પણ ઇડીની તપાસમાં  સાંડેસરા ગ્રૂપનાં એક્ઝિકયુટિવ સુનીલ યાદવે ઇડીને આપેલા લેખિત સ્ટેટમેન્ટમાં આક્ષેપ મૂક્યો છે કે ગ્રૂપનાં માલિક ચેતન સાંડેસરા અને તેમના સહયોગી ગગન ધવને સિદ્દીકને રોકડ રકમ આપી હતી. જેના આધારે ઈડીએ સિદ્દીકીને સમન્સ પાઠવીને જવાબ આપવા જણાવ્યું હતું. સુનીલ યાદવે ઇડીને એ પણ બતાવ્યું કે ફૈઝલ પટેલના ડ્રાઈવરને રોકડ રકમ આપવામાં આવી હતી. આ રૂપિયા ચેતન સાંડેસરા તરફથી અહેમદ પટેલના પુત્રને આપવાના હતા. સિદ્દીકને બીજુ સમન્સ પાઠવીને નિવેદન લેવાય તેવી શક્યતા ઇડી સૂત્રોએ વ્યક્ત કરી છે.