મન્ડે પોઝિટિવ / અગ્રવાલ સમાજે અન્નનો બગાડ અટકાવવા પહેલ આદરી સમારંભોમાં થતો બગાડ 25% ઘટાડી દીધો  

અગ્રવાલ સમાજનો જમણવાર
અગ્રવાલ સમાજનો જમણવાર

  • પહેલા હજાર માણસનો જમણવાર હોય તો તેથી વધુ રસોઈ થતી હવે હજાર માણસ માટે 600ની રસોઈ થાય છે 

Divyabhaskar.com

Nov 18, 2019, 01:15 AM IST
સિદ્ધિ વ્યાસ, અમદાવાદ: યુએનના રિપોર્ટ પ્રમાણે ભારતમાં દર વર્ષે 40% ખાદ્ય પદાર્થો બગડી જાય છે અને રૂ.88 હજાર કરોડથી વધુનું ભોજન વેસ્ટ જાય છે તેની સામે રોજ લાખો લોકોને એક ટાઇમ ખાવા પણ મળતું નથી. આવામાં અગ્રવાલ સમાજે એક નવી પહેલ કરી છે. શ્રી રાણી શક્તિ સેવા સમિતિના કોઇ પણ કાર્યક્રમના જમણવારમાં તેઓ ધ્યાન રાખે છે કે અન્નના એક દાણાનો પણ બગાડ ના થાય. તાજેતરમાં 28 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી શાહીબાગ રાણી સતીના મંદિર ખાતે યોજાયેલ શ્રીમદ ભગવદ કથાના સાત દિવસના કાર્યક્રમમાં હજાર લોકો માટે ભોજનની વ્યવસ્થામાં 600ની રસોઈમાં 1 હજાર લોકો જમ્યા હતા. આ કાર્યક્રમમાં બગાડ અન્નનો બગાડ થતો રોકવા ખાસ સમિતિ બનાવી હતી. જેમણે માઇક પર સતત “ખાઓ મનભર, છોડના કણભરની” ઘોષણા સતત ચાલુ રહેતી હતી.
મંદિરમાં દર મહિને 2-3 અને વર્ષે 5-6 મોટા પ્રોગ્રામ થાય છે
એક વર્ષ પહેલા સમાજના એક સમારોહમાં ખાવાનું ખૂટી ગયું હતું ત્યારે ખબર પડી કે લોકોએ ડીશમાં વધુ પડતાં ખાદ્ય પદાર્થો લઈ ખૂબ બગાડ કર્યો હતો. અમે હંમેશા જમણવારમાં જેટલા લોકો હોય તેથી વધુ રસોઈ બનાવીએ છીએ. પણ બગાડ થયા પછી અમે આ નિર્ણય કર્યો. લોકોએ પોતાના પ્રસંગમાં પણ બગાડની કાળજી લેવાની શરૂ કરી છે. પહેલાની સરખામણીમાં અમારા આ પગલાંથી અન્નનો બગાડ સારા એવા પ્રમાણમાં અટક્યો છે. મંદિરમાં દર મહિને 2-3 અને વર્ષે 5-6 મોટા પ્રોગ્રામ થાય છે. પહેલા હજાર લોકોનો જમણવાર હોય તો હજારથી પણ વધારે જમી શકે તેટલી રસોઇ કરાતી હતી. પણ હવે અમે જો હજાર માણસ હોય તો પણ 600ની જ રસોઇ કરીએ છીએ અને ટોકન સિસ્ટમથી થાળી આપી છીએ. લોકોને ખબર છે કે તેઓ જરૂર જેટલું થાળીમાં લઈ બગાડ નહીં કરી શકે. જમણવારમાં પીરસાતી આઇટમ પણ અમે ઓછી કરી દીધી છે.
દરેક જમણવારમાં 25% ખાવાનો બગાડ થતો હતો
જો મંદિરમાં શિસ્ત જળવાશે તો જ લોકો પોતનાં ઘરમાં અને બીજા સમારોહમાં અન્નનો બગાડ કરતા વિચારશે. આ પ્રયોગ પહેલા સમિતિના દરેક જમણવારમાં 25% ખાવાનો બગાડ થતો હતો, હવે બગાડ 1%થી પણ ઓછો થઈ ગયો છે. દર વર્ષે સમાજના 5 મોટા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે.
કંકોતરીમાં અન્નનો બગાડ નહીં કરવાની સૂત્ર લખવા સૂચના
અગ્રવાલ સમાજના અગ્રણીઓએ લગ્ન સિઝનને પહેલા સમાજના લોકોને સંયુક્ત સૂચના આપી છે. તેઓ એ એના માટે તમામ સોશિયલ ગ્રૂપ પર લગ્ન પ્રસંગે અન્નો બગાડ ના થાય તેની કાળજી રાખવા સૂચના આપતા કહ્યું છે કે, સમાજે કંકોત્રીમાં મારા કાકાના લગ્નમાં જલૂલ જલૂલ આવજો એવો ટહૂકો લખવાને બદલે “ઉતના હી લે થાલી મેં, વ્યર્થના જાય નાલી મેં” સૂત્ર છાપવાનું સૂચન કર્યું છે.
એક દાણાનો પણ બગાડ ન થવા દેવાનો ઉદ્દેશ
પહેલા લોકો અન્નનો વેડફાટ રોકવાની સરળ વાત પણ સમજવા તૈયાર નહોતા પણ હવે અમે ભોજનના મહત્ત્વ વિશે વાત કરીએ છીએ તો લોકો સમજે છે. પહેલાંની સરખામણીમાં લોકોમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. એટલે અમે ટૂંક સમયમાં સહેજ પણ બગાડ ન થાય તેના ધ્યેય પર પહોંચીશું.-એચ.પી. ગુપ્તા, ટ્રસ્ટી, શ્રી રાણી શક્તિ સમિતિ
X
અગ્રવાલ સમાજનો જમણવારઅગ્રવાલ સમાજનો જમણવાર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી