તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘આશીર્વાદ આપું’ કહી વ્યંડળે વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન કાઢી લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મેઘાણીનગરની ઘટના: વ્યંડળ અને રિક્ષાચાલક સામે ફરિયાદ
  • જેઠાણીના શ્રાદ્ધ માટે અમદાવાદ આવેલાં વૃદ્ધ મહિલા ભોગ બની

અમદાવાદ: સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કારોલ ગામે રહેતા 70 વર્ષીય વૃદ્ધા તેમની જેઠાણીનું શ્રાદ્ધ કરવા માટે અમદાવાદ આવ્યા હતા. દરમિયાન પરિવારની બે મહિલા સાથે રીક્ષામાં બેસી તેઓ મોલમાં ખરીદી માટે જતા હતા, ત્યારે રીક્ષાચાલકે બોલાવેલા એક વ્યંડળે તેમને આશીર્વાદ આપવાના બહાને તેમના ગળામાંથી સોનાની કંઠી કાઢી લીધી હતી. જે અંગે મેઘાણીનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
 
આ અંગેની વિગત એવી છે કે કારોલ ગામમાં રહેતા મનહરબા ભીખુભા ઝાલા તેમના પતિ સાથે અમદાવાદ મેધાણીનગરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ કોલોનીમાં જેઠાણીના શ્રાદ્ધ પ્રસંગે આવ્યા હતા. દરમિયાન ગઈ તા. 25 મી ના રોજ મોલમાં ખરીદી કરવાની હોઈ તેઓ પરિવારની અન્ય બે મહિલાઓની સાથે નીકળ્યા હતા. ત્રણે મહિલાઓ એક ઓટોરીક્ષામાં બેઠી હતી, રસ્તામાં રામેશ્વર ચાર રસ્તા પાસે રીક્ષાચાલકે રિક્ષા ઉભી રાખી હતી અને તેણે ત્યાંથી જતી એક માસીને બૂમ પાડી હતી કે વિમળા માસી આવી જાવ રીક્ષામાં બેસી જાવ. આથી વિમળા રીક્ષામાં અન્ય મહિલાઓ સાથે પાછળ બેઠી હતી. દરમિયાન તેણે મનહરબાને આશીર્વાદ આપુ તેમ કહી તેમના ગળામાં પહેરેલી સોનાની કંઠી( કિંમત રૂ. 40 હજાર)ની નજર ચુકવી કાઢી લીધી હતી. આ અંગેની જાણ પાછળથી થતાં મનહરબા ઝાલાએ અજાણ્યા રીક્ષાચાલક અને વ્યંડળ વિમળામાસી સામે મેધાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે  અને ચેઇનની ચોરી કરના વ્યંડળને પકડી પાડવામાંની દિશામાં  આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

રિક્ષાને ધક્કો મારવાના બહાને બન્ને ભાગ્યા
મનહરબા અને તેમની સાથેની બે મહિલાઓને લઈ રામેશ્વર બ્રિજ ચડતી વખતે રીક્ષાચાલકે રીક્ષા બંધ કરી દીધી હતી અને ત્રણેને નીચે ઉતારી વ્યંડળને ધક્કો મારવાનું કહ્યુ હતુ. થોડે દુર જઈ રીક્ષા ચાલુ કરી રીક્ષાચાલક તથા વ્યંડળ નાશી છુટયા હતા.