કલમ 370 રદ / પાક.ની આડોડાઈથી ગુજરાતના નિકાસકારોના કરોડો ફસાયા, સમજોતા એક્સપ્રેસમાં કરોડોનું કેમિકલ પરત આવ્યું

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • દ્વિપક્ષી વેપાર બંધ કર્યા પછી પાકિસ્તાનની બેન્કોએ પેમેન્ટ અટકાવ્યું

Divyabhaskar.com

Aug 09, 2019, 01:06 AM IST

અમદાવાદ: કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35-એ રદ કરવાના વિરોધમાં પાકિસ્તાને ભારત સાથેના વેપારી સંબંધો કાપી નાખતા ગુજરાતના નિકાસકારોના કરોડોના પેમેન્ટ સલવાયા છે. ગુજરાતમાંથી કેમિકલ સહિત સંખ્યાબંધ કોમોડિટીની પાકિસ્તાનમાં નિકાસ થાય છે.

સમજોતા એક્સપ્રેસમાં કરોડોના કેમિકલનો જથ્થો ભારત પરત આવ્યો
પાકિસ્તાને દ્વિપક્ષી વેપાર બંધ કરવાની જાહેરાત કરતા પાકિસ્તાની બેન્કોએ ભારતીય વેપારીઓનું પેમેન્ટ અટકાવી દેતા ગુજરાતના નિકાસકારોની કરોડોની ઉઘરાણી સલવાઇ ગઇ છે. આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા અને વેપારીઓના કરોડોના બાકી લેણાંની ઝડપથી રિકવરી થઈ શકે તે હેતુસર પગલા લેવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરવા ગુજરાતના કેમિકલ અને ડાયસ્ટફ વેપારીઓ અને ઉત્પાદકોની શુક્રવારે બેઠક યોજાશે. ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરિંગ એસોસિએનના પ્રમુખ યોગેશ પરીખે જણાવ્યું કે, ગુજરાતના વેપારીઓને નાણાભીડનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ આવી છે. સરહદે આવેલા અટારી ખાતે સમજોતા એક્સપ્રેસમાં કરોડોનું કેમિકલ પરત આવ્યું છે. જેના પર હવે 12% ટેક્સ ભરવો પડશે.

ચાર મહિનાની ઉધારી પર વેપાર ચાલે છે
ગુજરાતના 500થી વધારે વેપારી કેમિકલ ડાયસ્ટફ, વી.એસ, ગામા એસિડ, એચ.એસ.એસીડ તેમજ મશીનરીની નિકાસ કરે છે. આ નિકાસ ચાર મહિનાની ઉધારી પર પાકિસ્તાન મોકલવામાં આવે છે. વેપારીઓની આ ઉઘરાણી હજી સલવાયેલી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી