અમદાવાદ / અસારવામાં વકીલનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતાં 45 ટાંકા આવ્યા

ઇજાગ્રસ્ત વકીલ.
ઇજાગ્રસ્ત વકીલ.

  • જન્મદિવસે બાઇક પર પરિવાર સાથે ફરવા જઇ રહ્યા હતા 
  • ચાલુ બાઇકે નીચે પટકાયા, હેલ્મેટ પહેર્યું હોવાથી માથામાં સામાન્ય ઈજા

Divyabhaskar.com

Dec 03, 2019, 03:26 AM IST
અમદાવાદ: ઉત્તરાયણના દોઢ મહિનાનો સમય બાકી છે ત્યાં ચાઇનીઝ દોરીએ રસ્તા પરથી વાહન લઇને પસાર થતાં એડવોકેટના ગળે 45 ટાંકા લાવી દીધા છે. જન્મ દિવસે જ પરિવારને બહાર ફરવા લઇ જવાના હતા ત્યાં દોરી વાગતા એડવોકેટને સિવિલ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
સદનસીબે હેલ્મેટ પહેર્યુ હોવાથી સામાન્ય ઇજા થઇ
અસારવામાં સુથાર વાસમાં રહેતા 54 વર્ષીય વકીલ યોગેશ પરીખનો 24 નવેમ્બરના જન્મ દિવસ હતો. કોર્ટનું કામકાજ પતાવી પરિવારને બહાર ફરવા લઇ જવાના હોવાથી ઘરે વહેલા જવા નીકળ્યા હતાં. સાંજના 6 વાગ્યાના સુમારે યોગેશભાઇ બાઇક લઇને અસારવા બ્રિજ પરથી પસાર થતાં હતાં. ત્યારે પતંગની ચાઇનીઝ દોરી તેમના ગળામાં આવતા તેઓ ચાલુ બાઇક નીચે પટકાયા હતાં. સદનસીબે તેમણે હેલ્મેટ પહેર્યુ હોવાથી માથામાં સામાન્ય ઇજા થઇ હતી. ગળામાં લોહી નીકળતા ત્યાં ઊભા રહી ગયેલા બે વાહન ચાલકો તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતાં. ફરજ પર હાજર તબીબે યોગેશભાઇના ગળામાં 45 ટાંકા લીધા હતાં. આ ઘટના અંગે યોગેશભાઇએ જણાવ્યું હતું કે, પતંગની ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરે છે. પતંગની ચાઇનીઝ દોરી જાણે અજાણે વાહન ચાલકો સહિતના લોકો માટે ગંભીર છે. દોરીના કારણે લોકોનું જીવન જોખમમાં મુકાય છે. ચાઇનીઝ દોરી માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે. જેનાથી ઉત્તરાયણના તહેવારમાં લોકોનો જીવ ભયમાં ના મુકાય.
X
ઇજાગ્રસ્ત વકીલ.ઇજાગ્રસ્ત વકીલ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી