અમદાવાદ: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અને મેઈન્ટેનન્સ કામ પીપીપી ધોરણે અદાણી ગ્રૂપને સોંપવાનો કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. ત્યારે કંપની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી એપ્રિલ 2020 બાદ જ એરપોર્ટનું સંચાલન સ્વીકારશે.
કંપનીની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 3 એરપોર્ટ હસ્તગત કરવાની કામગીરી શરૂ થશે
અમદાવાદ એરપોર્ટના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ ઉપરાંત જયપુર, ત્રિવેન્દ્રમ, લખનઉ, મેંગલુરુ, અને ગુવાહાટી એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના ટેન્ડરો ફેબ્રુઆરી 2019માં ખૂલતા અમદાવાદ સહિત તમામ છ એરપોર્ટ માટે સૌથી વધુ પેસેન્જર દીઠ ચાર્જ આપતા તમામ છ એરપોર્ટ અદાણી ગ્રૂપને ફાળે ગયા હતો. જો કે ત્યારબાદ લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં એરપોર્ટ ખાનગી કંપનીને સોંપવાની પ્રક્રિયા અટકી ગઈ હતી. નવી સરકાર રચાયા બાદ કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ ઉપરાંત લખનઉ અને મેંગલુરુ એરપોર્ટ અદાણી ગ્રૂપને સોંપવાના નિર્ણયને મંજૂરી આપી હતી. સરકારની મંજૂરી બાદ અદાણી ગ્રૂપ દ્વારા એરપોર્ટના સંચાલન માટે નવી કંપની સ્થાપી તેના નેતૃત્વમાં આ તમામ એરપોર્ટ હસ્તગત કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે અને એપ્રિલ 2020 બાદ ત્રણેય એરપોર્ટનું સંચાલન હસ્તગત કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.