• Gujarati News
  • National
  • A Woman Police Inspector From Ahmedabad Has Been Live Together With A Female Friend From Last 12 Years

અમદાવાદના એક મહિલા PI 12 વર્ષથી સ્ત્રી મિત્ર સાથે રહે છે, વડોદરા રેલવે સ્ટેશને બંનેની મુલાકાત થઈ હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માતા-પિતા સાથે ઝઘડો થતાં રિસાઈને સ્ટેશને આવેલી યુવતી PIના પરિચયમાં આવી હતી

મિતેશ બ્રહ્મભટ્ટ, અમદાવાદ: અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અપરિણીત મહિલા પીઆઈ એક સ્ત્રી મિત્ર સાથે રહેતા હોવાથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. 12 વર્ષ પહેલા વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર આ મહિલા પીઆઈ અને યુવતીની મુલાકાત થઇ હતી. થોડા દિવસના પરિચય બાદ બંનેએ લાગણીસભર એક બીજા સાથે રહીને જીંદગી વિતાવવાનું નક્કી કરી લીધું હતું. ત્યારથી આ બંને મહિલાઓ એક છત નીચે સાથે જ રહે છે. 

મહિલા પીઆઈનું જ્યારથી અમદાવાદમાં પોસ્ટિંગ થયું ત્યારથી સ્ત્રી મિત્રના કારણે ચર્ચામાં 
અમદાવાદમાં ફરજ બજાવતા 45 વર્ષના મહિલા પીઆઈ છેલ્લા 12 વર્ષથી એક સ્ત્રી મિત્ર સાથે રહે છે. જો કે આ મહિલા પીઆઈ અગાઉ પીએસઆઈ હતા ત્યારે સ્ત્રી મિત્રના પરિચયમાં આવ્યા હતા અને ત્યારથી જ તે બંને સાથે રહે છે. પરંતુ ત્યારે આ મહિલા પીઆઈ અને તેમના સ્ત્રી મિત્ર વિષે લોકો બહુ ખાસ જાણતા ન હતા. પરંતુ આ મહિલા પીઆઈનું જ્યારથી અમદાવાદમાં પોસ્ટિંગ થયું ત્યારથી સ્ત્રી મિત્રના કારણે તેઓ ચર્ચામાં રહ્યા છે.

મહિલાને પિતા સાથે ઝઘડો થતા મુલાકાત થઇ 
લગભગ 12 વર્ષ પહેલા આ મહિલા પીઆઈ વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર ફરજ બજાવતા હતા. જ્યારે તેમની સ્ત્રી મિત્રના પિતાનો વડોદરા રેલવે સ્ટેશન ઉપર સ્ટોલ હોવાથી તેમનો પરિવાર સ્ટોલ ઉપર આવતો હતો. જેમાં આ યુવતી પણ આવતી હતી. એક દિવસ માતા-પિતા સાથે ઝઘડો થતા આ યુવતી રિસાઈને પ્લેટફોર્મ ઉપર બેસી ગઇ હતી. ત્યારે આ મહિલા પીએસઆઈ યુવતીને મળ્યા હતા, તેમણે યુવતીને શાંતિથી સમજાવી હતી. 

યુવતીએ પીએસઆઈને કહી દીધુ કે મારે માતા-પિતા સાથે નથી રહેવું, લગ્ન પણ નથી કરવા
જો કે પીઆઈએસની સમજાવટથી યુવતી માની ગઇ હતી અને માતા-પિતા પાસે જતી રહી હતી. પરંતુ પ્લેટફોર્મ ઉપર રોજે રોજ મહિલા પીએસઆઈને મળવા જતી હતી. આ બંને લાંબા સમય સુધી બેસીને સુખ-દુખની વાતો કરતા હતા. દરમિયાનમાં બંને એક બીજાની એકદમ નજીક આવી ગયા હતા. એક દિવસ તો એવું થયુ કે યુવતીએ પીએસઆઈને કહી દીધુ કે મારે માતા-પિતા સાથે નથી રહેવું, લગ્ન પણ નથી કરવા, બસ તમારી સાથે જ રહેવું છે. જેથી પીએસઆઈ યુવતીને પોતાના ઘરે લઇ ગયા હતા.

વોટ્સએપ સ્ટેટસમાં પણ બંનેના ફોટાથી ચર્ચામાં
મહિલા પીઆઈ તેમના વોટસએપ સ્ટેટસમાં હંમેશા સ્ત્રી મિત્રની સાથે જ ફોટો રાખે છે. જેના કારણે તેઓ વધારે ચર્ચામાં આવ્યા છે. જે લોકો તેમને ઓળખે છે તે અને જે લોકો નથી ઓળખતા તે લોકો પણ આ વોટસએપ સ્ટેટ જોઇને જાત ભાતની વાતો કરતા થયા છે. આ મહિલા પીઆઈનું અમદાવાદમાં પોસ્ટિંગ થયંુ ત્યારથી અને તેના આગળના ઘણા સમય સુધી સ્ત્રી મિત્ર સાથે ક્યાંય ફરવા ગયા ન હતા. જેથી થોડા સમય પહેલા જ આ મહિલા પીઆઈ, સ્ત્રી મિત્ર તેમજ પરિવારના 10 થી 12 સભ્યો સાથે ગોવા ફરવા ગયા હતા.