તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસને કારણે IIMનો પદવીદાન સમારંભ રદ કરવામાં આવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
IIM અમદાવાદ - ફાઇલ તસવીર - Divya Bhaskar
IIM અમદાવાદ - ફાઇલ તસવીર

અમદાવાદઃ કોરોના વાઇરસને કારણે IIMનો પદવીદાન સમારંભ રદ કરવામાં આવ્યો છે. આગામી 21મી માર્ચે આ પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નોવેલ કોરોના વાઇરસને લઇને સરકારે અહેવાલ જાહેર કર્યો છે. જેમાં રાજ્યમાં કોરોનાના કુલ 65 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 63 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. જ્યારે અન્ય 2 રિપોર્ટ આવવના બાકી છે. ઉલ્લેખનીય છે કે, સરકારે કોરોના વાઇરસના ખતરાને ધ્યાને રાખી છેલ્લા 14 દિવસમાં ચીન, કોરિયા, ઇટાલી, ઇરાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવેલા પ્રવાસીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની જાહેરાત કરી છે. 

રાજ્યમાં 572 આઇસોલેશન બેડની વ્યવસ્થા
આ ઉપરાંત સરકારે આઇસોલેશન વોર્ડની પણ વ્યવસ્થા કરી છે. જેમાં મેડીકલ કોલેજમાં 392 બેડ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 171 બેડ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 9 બેડ સહિત કુલ 572 આઇસોલેશન બેડ રાખવામાં આવ્યાં છે. આ સિવાય 204 જેટલા વેન્ટિલેટર બેડ રાખવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કોઇ પણ વ્યક્તિને કોરોના વાઇરસની અસર જણાય તો તરત 104 નંબર ડાયલ કરવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો