તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • A Total Of 44,000 Teachers Will Be Checked For 17.53 Lakh Students Of Standard 10 And 12

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરણ 10-12ના 17.53 લાખ વિદ્યાર્થીઓની ઉત્તરવહી 44 હજાર શિક્ષકો તપાસશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • ધોરણ 10ની ઉત્તરવહીના મૂલ્યાંકનની શરૂઆત 19 માર્ચથી શરૂ થશે
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું મૂલ્યાંકન 21 માર્ચથી શરૂ થશે

અમદાવાદ: હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. 5 માર્ચથી શરૂ થયેલી પરીક્ષાના ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી હવે શરૂ કરવામાં આવશે. આ કામગીરી માટે રાજ્યભરમાંથી 44 હજાર શિક્ષકો નક્કી કરવામાં આવ્યા છે. ધોરણ 10ની ઉત્તરવહીના મૂલ્યાંકનની શરૂઆત 19 માર્ચથી શરૂ થશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું મૂલ્યાંકન 21 માર્ચથી શરૂ થશે. 

રાજ્યભરમાંથી 44 હજાર શિક્ષકો નક્કી કરાયા
5 માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ છે. ત્યારે પરીક્ષા શરૂ થયાને ત્રણ દિવસ બાદ હવે ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના માટે શિક્ષણ બોર્ડ રાજ્યભરમાંથી 44 હજાર શિક્ષકો નક્કી કર્યા છે. બોર્ડ દ્વારા તમામ શિક્ષકોના ડેટા ઓનલાઈન મંગાવી લેવાયા હતા. ધોરણ 10ની ઉત્તરવાહીના મૂલ્યાંકન માટે 28 હજાર શિક્ષકો છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 10 હજાર શિક્ષકોને ઓર્ડર ઈશ્યુ કરાયા છે. ત્યારે ધોરણ 12 સાયન્સ માટે 6 હજાર શિક્ષકો નક્કી કરવામાં આવ્યા છે. 

ધોરણ 10 અને 12 માટે કુલ 404 મૂલ્યાંકન કેન્દ્રો નક્કી થશે
44 હજાર શિક્ષકોની સાથે જ રાજ્યભરમાં કુલ 404 મૂલ્યાંકન કેન્દ્રોને પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમા ધોરણ 10ના 152 કેન્દ્રો રહેશે ત્યારે ધોરણ 12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહના મળીને 252 કેન્દ્રો નક્કી થયા છે. આ તમામ કેન્દ્રો પરથી ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી કરવામાં આવશે. સાથે જ 80થી 90 માર્ક ધરાવતી ઉત્તરવહીને બેથી ત્રણ શિક્ષકો દ્વારા ચેક કરાવવામાં આવશે. 

શિક્ષક ગેરહાજર રહેશે તો શાળાને પણ દંડ થશે
આ વર્ષ મૂલ્યાંકનની કામગીરીમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમ કે, મૂલ્યાંકન સમયે જો કોઈ શિક્ષક રજા પર રહેશે તો શિક્ષકની સાથે તે જે શાળામાં ભણાવે છે તે શાળાને પણ દંડ ફટકારવામાં આવશે. આ પહેલા માત્ર શિક્ષકને જ દંડ મળતો હતો. પરંતુ આ નિયમ બાદ હવે શાળાઓ પણ શિક્ષકોને સમયસર મૂલ્યાંકન કરવા માટે રજા આપી શકશે. 

કુલ 17.53 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે
સમગ્ર રાજ્યમાં કુલ 17.53 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. જેમા ધોરણ 10ના 10.83 લાખ અને ધોરણ ધોરણ 12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના 6.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધો.10 માટે રાજ્યભરમાં 81 ઝોન તૈયાર કરાય છે જ્યારે ધોરણ 12 માટે 56 ઝોન છે. ધો.10ની પરીક્ષા માટે 934 કેન્દ્ર અને ધો.12ની પરીક્ષા માટે 653 કેન્દ્ર છે. ધો.12ના 653 કેન્દ્રમાંથી સામાન્ય પ્રવાહના 514 કેન્દ્ર છે જ્યારે સાયન્સના 139 કેન્દ્ર રહેશે.

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો