અમદાવાદ / સુરક્ષા ચેકિંગને લીધે પેસેન્જરને એરપોર્ટ પર 3 કલાક વહેલા આવી જવાની સૂચના

અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર

  • 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખી સિક્યુરિટી એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું
  • ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે 4 કલાક વહેલા આવવું પડશે, પેસેન્જરના બેલ્ટ-બૂટ કઢાવાય છે

Divyabhaskar.com

Aug 14, 2019, 02:04 AM IST

અમદાવાદ: અમદાવાદ સહિત તમામ એરપોર્ટ પર 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને લઈ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. એરપોર્ટ પર સીઆઈએસએફની સાથે એરલાઈન્સનો સિક્યુરિટી સ્ટાફ પણ ચેકિંગ કરે છે. ફ્લાઈટમાં વિલંબ ન થાય તે માટે પેસેન્જરોને ફ્લાઈટ ઉપડવાના સમય કરતા 3 કલાક વહેલા એરપોર્ટ પહોંચવા સૂચના આપવામાં આવી છે.

પેસેન્જરોના બેલ્ટ અને જરૂર પડે તો બૂટ પણ કઢાવાઈ રહ્યા છે
એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઈટ માટે પેસેન્જરોને 3 કલાક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ માટે 4 કલાક વહેલા આવવા સૂચના આપવામાં આવી છે. એરપોર્ટ પર આવતા પેસેન્જરોના લગેજની લગેજ સ્કેનિંગ મશીન દ્વારા ચેકિંગ કરવાની સાથે મેન્યુઅલી પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ એરિયામાં પેસેન્જરોના બેલ્ટ અને જરૂર પડે તો બૂટ પણ કઢાવાઈ રહ્યા છે. ફ્લાઈટમાં બેસવા જતા પહેલા એરલાઈન્સના સિક્યોરીટી સ્ટાફ દ્વારા પણ તમામ પેસેન્જરોની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ જતા રસ્તા પર પણ શહેર પોલીસ દ્વારા વાહનોની સતત ચેકિંગ કરાઈ રહ્યું છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશન ઉપરાંત એસટીના સ્ટેશનો પર પણ તકેદારીના ભાગરૂપે ચેકિંગ થઈ રહ્યું છે.

રેલવે સ્ટેશન પર બોમ્બ સ્કવોડ ગોઠવાઈ
એલર્ટને પગલે કાલુપુર રેલવે સ્ટેશન પર પણ આરપીએફ, જીઆરપી, બોમ્બ ડિસ્પોઝલ ટીમ, ડોગ સ્ક્વોડ, એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં સ્ટેશન પરિસરની સાથે તમામ પ્લેટફોર્મ, આવતી જતી ટ્રેનો તેમજ પાર્કિંગ એરિયામાં આવતા વાહનોની પણ ચેકિંગ કરવામાં આવી રહી છે.

X
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીરઅમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી