તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારંગપુર દરવાજા પાસે ડમ્પરે લારીઓ અને પાંચ વાહનોને અડફેટે લીધા, 5 લોકોને ઈજા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડમ્પરની અડફેટે ચઢેલી લારી - Divya Bhaskar
ડમ્પરની અડફેટે ચઢેલી લારી

અમદાવાદ: શહેરમાં દોડતા ડમ્પરો હવે બેફામ બની રહ્યાં છે. સારંગપુર દરવાજા પાસે ખાણીપીણીની બજારમાં મોડી રાતે બેફામ બનેલા ડમ્પર ચાલકે લારીઓ અને પાંચ વાહનોને અડફેટમાં લીધા હતા. જેમાં પાંચ વ્યક્તિઓનો ઈજાઓ પહોચતાં તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાં એક યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સારંગપુરમાં રહેતો ધર્મેશ નામની યુવક રવિવારે મોડી રાતે સારંગપુર દરવાજા પાસે ખાણીપીણીની બજારમાં તેના મિત્ર પ્રિયાંક, કૃણાલ, અશ્વિન અને ઉમેશ સાથે આમલેટ ખાવા લારી પર ઉભા હતા. ત્યારે બેફામસ્પીડે એક ડમ્પર આવ્યું હતું અને ખાણીપીણી બજારમાં ઘુસ્યું હતું.  બેફામ બનેલા ડમ્પર ચાલકે  બજારની લારીઓ, ત્રણ એક્ટિવા, બે રીક્ષા સહિતના વાહનોને અડફેટમાં લીધા હતા. આમલેટની લારીને અડફેટે લેતા ત્યાં ઉભેલા ધર્મેશ અને તેના મિત્રોને ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ડમ્પરચાલકની ધરપકડની તજવીજ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો