અમદાવાદ / થલતેજમાં કાર શીખી રહેલી સગીરા સામે આધેડ ટ્રેનરની અશ્લીલ હરકત, આરોપીની ધરપકડ

વસ્ત્રાપુર પોલીસ સાથે આરોપી દિનેશ

Divyabhaskar.com

Jan 13, 2020, 08:21 PM IST

અમદાવાદ: થલતેજ વિસ્તારમાં ટીવી ટાવર પાસે કાર શીખવા ગયેલી સગીરા સામે કાર શીખવાડનાર ટ્રેનરે અશ્લીલ હરકત કરી હતી. કાર ચલાવવાના બહાને સગીરાની માતાને દૂર ઉતારી દઈ દિનેશ નામના આધેડ ટ્રેનરે સગીરાની સામે જ હસ્ત મૈથુન કર્યું હતું. જેને કારણે સગીરા ગભરાઈ ગઈ હતી અને તેણીએ માતાને જાણ કરી હતી. આ મામલે વસ્ત્રાપુર પોલીસે આધેડ ટ્રેનરની ધરપકડ કરી છે. આરોપી દિનેશ તેના બહેન-બનેવી સાથે રહે છે. તેની પત્ની મૃત્યુ પામી છે અને બાળકો દીનેશની સાસરીમાં રહે છે.

આધેડે અચાનક જ કાર થોભાવી અશ્લીલ હરકત કરતા સગીરાએ બૂમાબૂમ કરી
કોલેજમાં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરાને કાર શીખવી હોવાથી નજીકમાં રહેતા દિનેશ નામના આધેડ શખ્સ પાસે કાર શીખવા જતી હતી. સગીરા દરરોજ એકલી જ કાર શીખવા જતી હતી. પરંતુ માતાએ એક દિવસ સાથે જવાનું કહેતા સગીરા તેની માતા અને આ ટ્રેનર દિનેશ કાર ચલાવવા નીકળ્યા હતા. આ દરમિયાન ટીવી ટાવર પાસે પહોંચ્યા ત્યારે ટ્રેનરે સગીરાની માતાને કારમાંથી ઉતારી દીધા હતા. ત્યાર બાદ સગીરાને કાર શીખવાડવા માટે આગળ લઈ ગયો હતો. સુમસામ રોડ હોવાથી આધેડે અચાનક જ કાર થોભાવી અને સગીરાને જોઈને તેની સામે જ હસ્ત મૈથુન કરવાનું શરૂ કરી દીધું હતું. જેને કારણે સગીરાએ ગભરાઈને બુમાબુમ શરૂ કરી. આ દરમિયાન સગીરાની માતા એટલામાં ત્યાં આવી ગઈ.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી