અમદાવાદ / વસ્ત્રાલમાં બાઈક ચાલકને ગળામાં દોરી આવતા પટકાયો, કાન-આંખ પાસે ઈજા થતા 28 ટાંકા આવ્યા

સારવાર દરમિયાન યુવક

Divyabhaskar.com

Jan 14, 2020, 03:56 PM IST
અમદાવાદ: ઉત્તરાયણના તહેવારમાં શહેરમાં લાખો પતંગ બાજો પેચ લડાવતા હોય છે, જો કે તહેવારની આ મજા ક્યારેક વાહન ચાલકો માટે સજા પણ બની જાય છે. ખાસ કરીને બાઈક ચાલકને દોરી ગળે કે આંખે વાગવાના કારણે ગંભીર ઈજા પહોંચે છે અને ઘણીવાર તો મોત પણ થઈ જાય છે. જેથી ઉત્તરાયણના દિવસે બાઈક ચાલકોએ સાવચેતી રાખવી પડે છે. આજે સવારે વસ્ત્રાલમાંથી એક બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને દોરી વાગતા પટકાયો હતો. જેને કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેન આંખ અને કાન પાસે 28 ટાંકા લેવા પડ્યા હતા.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી