તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં બિલ્ડિંગ પરથી પડેલો સળિયો યુવકના માથામાંથી ગળા સુધી આરપાર ઘૂસ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવકનું સારવાર દરમિયાન મોત - Divya Bhaskar
યુવકનું સારવાર દરમિયાન મોત
  • એલજે કોલેજ પાસેની એક કન્સ્ટ્રક્શન સાઇટ પરની ઘટના
  • ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં યુવકને વીએસમાં દાખલ કરાયો

અમદાવાદ: શનિવારે એસજી હાઇવે પરની એક કન્સ્ટ્રક્શન સાઇડની બિલ્ડિંગનાં છઠ્ઠા માળેથી પડેલો સળિયો યુવાનના માથાની આરપાર નીકળી જતાં તેને વીએસમાં દાખલ કર્યો હતો. હોસ્પિટલનાં ન્યુરોસર્જરી વિભાગનાં ડોક્ટરોની ટીમ દ્વારા યુવાનને બચાવવા માટે  સાત કલાકનું ઓપરેશન હાથ ધર્યું હતું, પણ મગજની ગંભીર ઇજા અને વધુ રક્તસ્ત્રાવથી યુવાનનું મોત થયું હતું. યુવકના મગજમાં થયેલી ગંભીર ઇજા અને વધુ પડતું લોહી વહી જવાથી તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.


 

એલ. જે. કોલેજ પાસે મોટીફની કન્સટ્રક્શન સાઇડ ચાલી રહી છે. શનિવારે સાંજનાં લગભગ 4.00 વાગ્યાનાં ગાળામાં બિલ્ડીંગ નીચે 25 વર્ષીય સુશીલ વિશ્વકર્મા નામનો યુવાન ઊભો હતો. તેવામાં અચાનક બિલ્ડીંગનાં છઠ્ઠા માળેથી એક લોખંડનો સળિયો પડ્યો હતો, જે તેના માથાનાં ભાગે ઘુસની ગળાને આરપાર કરી ગયો હતો. યુવાનના માથાની આરપાર થયેલો સળિયો લાંબો હોવાથી કન્સ્ટ્રકશન સાઇડ પર રહેલા કટર મશીનથી સળિયો કાપીને તાત્કાલિક યુવાનને વીએસ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. હોસ્પિટલનાં એક ડોકટરનાં જણાવ્યાં મુજબ, યુવાનને હોસ્પિટલમાં લવાયો ત્યારે તે બેભાન અવસ્થામાં હતો. હાલમાં તેની હાલત અત્યંત ગંભીર છે, હોસ્પિટલનાં ન્યુરો સર્જરી વિભાગનાં સર્જન દ્વારા ઓપરેશન હાથ ધરાયું છે, હાલમાં ઓપરેશન ચાલુ છે અને ઓપરેશન પૂરું થતાં કેટલો સમય થાય તે કહી શકાય તેમ નથી.