અમદાવાદના 140 સહિત રાજ્યભરના 348 PSIની તાત્કાલિક અસરથી બદલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : 3 વર્ષ અથવા તો તેના કરતાં વધારે સમયથી એકની એક જગ્યાએ ફરજ બજાવતા રાજ્યભરના 348 પીએસઆઈઓની ડીજીપી શિવાનંદ ઝાએ બદલી કરી  છે. જેમાં અમદાવાદના 140 પીએસઆઈનો સમાવેશ થાય છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી બદલી કરાઈ છે. ક્રાઈમ બ્રાંચ, એસઓજી તેમજ એટીએસ જેવી મહત્ત્વની એજન્સીઓમાં ઘણા વર્ષોથી ફરજ બજાવી રહેલા કેટલાક પીએસઆઈઓની બદલી કરાઈ નહીં હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે. જો કે બદલી કરાયેલા તમામ પીએસઆઈને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવા બદલીના ઓર્ડર સાથે આદેશ કરાયો છે.