તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈસરો સહિત અમદાવાદના મંદિરોની સુરક્ષા વધારવા તાકીદ, સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કરવા સૂચના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • તમામ વિભાગના વડાઓની રજા રદ કરાઈ હેડક્વાર્ટર નહીં છોડવા કલેક્ટરનો આદેશ
 • જાહેર સ્થળો અથવા રસ્તા પર બિનવારસી વસ્તુ મળે તો પોલીસ કંટ્રોલને જાણ કરવા કલેક્ટરની અપીલ
અમદાવાદ: ભારતની એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાન સાથે ઊભી થયેલી તણાવગ્રસ્ત સ્થિતિમાં સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ છે ત્યારે અમદાવાદ કલેક્ટર ડો. વિક્રાંત પાંડેએ ઈસરો તથા શહેરના મંદિરો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા પોલીસને તાકીદ કરી હતી. ઉપરાંત દરેક વિભાગના વડાઓને રજા કેન્સલ કરી હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ કર્યો હતો. કર્મચારીઓની પણ રજાઓ રદ કરવા દરેક વિભાગના વડાઓને તાકીદ કરી હતી. શહેર અને જિલ્લાભરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા પણ કલેક્ટરે તાકીદ કરી હતી અને સંવેદનશીલ વિસ્તારોમાં હાલમાં જે બંદોબસ્ત છે તેના કરતાં વધુ બંદોબસ્ત ગોઠવવા સૂચના આપી હતી. 

ઇસરો, સ્વામિનારાણય-ભદ્રકાળી મંદિર, પીઆરએલ, બસસ્ટેન્ડ, એસ.ટી.સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિત જાણીતા સ્થળોએ સુરક્ષા વધારવા જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડે સૂચના જારી કરી છે. કલેક્ટર પાંડેએ કહ્યું કે, શહેર અને જિલ્લાના મહત્વના સ્થળોએ સુરક્ષા વધારવા સૂચના આપી દેવાઇ છે. પોલીસ સ્ટેશનની બહાર પણ સુરક્ષા અધિકારી તહેનાત રાખવા તાકીદ કરાઇ કરાઇ છે.   

આ ઉપરાંત શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા તમામ અધિકારી અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઇ છે ઉચ્ચકક્ષાએથી નવી સૂચના જારી ના થાય ત્યાં સુધી હેડ ક્વાટર્સ નહીં છોડવા સૂચના અપાઇ છે. લોકોને શાંતિની અપીલ કરાઇ રહી છે.જાહેર સ્થળો અથવા રસ્તા પર બિનવારસી હાલતમાં વસ્તુઓ અથવા કોઇ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો ત્વરિત નજીકના પોલીસ મથકમાં અથવા તો પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવા તાકીદ કરાઇ છે.

શહેરની મેટ્રો, સેશન્સ અને ગ્રામ્ય કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચે ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધર્યું હતું.  બુધવારે બપોરે ક્રાઇમ બ્રાન્ચ અને ડોગ સ્ક્વોડની ટીમના 20 થી વધુ કર્મીઓએ ચેકિંગ કર્યું હતું. જેના કારણે વકીલો, પક્ષકારો અને સ્ટાફમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.   

બુધવારે સવારે પાકિસ્તાનના વિમાને ભારતીય સીમા ક્રોસ કરી હતી. જેને પગલે પંજાબ, અમૃતસર, ચંદીગઢ સહિતના એરપોર્ટ પર સિવિલિયન્સ અવરજવર બંધ કરી દેવાઈ હતી. આ સ્થિતિમાં અમદાવાદ એરપોર્ટ પર પણ ઓફ ડ્યુટી સીઆરપીએફના જવાનોની મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં ઓફ ડ્યુટી હોય તો પણ એલર્ટ રહેવા આદેશ જારી કર્યા હતા.

બુધવાર સાંજે કાલુપુર રેલવે સ્ટેશન પર એક અજાણી વ્યક્તિએ મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. હાજર સુરક્ષાકર્મીઓએ આ દૃશ્ય જોતાં ત્યાં દોડી આવ્યા હતા અને તેની પૂછપરછ હાથ ધરી હતી. આ વ્યક્તિ એનઆરઆઇ હોવાનું અને અમદાવાદથી વતન જૂનાગઢ જઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને સંતોષકારક જવાબ અને ચકાસણીમાં કાંઇ વાંધાજનક વસ્તુ નહીં મળતા તેના મોબાઈલમાંથી રેલવે સ્ટેશનના તમામ વીડિયો ડિલિટ કરી તેને જવા દીધો હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો