તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Two Sports Complex Will Be Built At The Cost Of Rs 27 Crore At Ahmedabad's Riverfront And Shahpur

અમદાવાદના રિવરફ્રન્ટ અને શાહપુર ખાતે 27 કરોડના ખર્ચે બે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અેનઅાઈડી સ્પોર્ટસ કોમ્પ્લેક્સની ડિઝાઇન - Divya Bhaskar
અેનઅાઈડી સ્પોર્ટસ કોમ્પ્લેક્સની ડિઝાઇન
 • સ્કૂલો સ્પર્ધા માટે રિવરફ્રન્ટ કોમ્પ્લેક્સનો ઉપયોગ કરી શકશે 
 • ઇનડોર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તૈયાર કરવાની પણ મ્યુનિ.ની યોજના
અમદાવાદ: સાબરમતી રિવરફ્રંટ શાહપુર અને એનઆઇડી પાસે મ્યુનિ. દ્વારા 26.96 કરોડ રૂપિયાના ખર્ચે બે આઉટડોર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. એનઆઇડી પાસે 40 હજાર ચોરસ મીટર અને શાહપુરમાં 8 હજાર ચોરસ મીટરની જગ્યામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવાશે. આ બંને સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ક્રિકેટ પીચથી માંડીને ટેનિસ કોર્ટ, મલ્ટિપલ સ્પોર્ટસ કોર્ટ સાથે તમામ સુવિધા ઊભી કરવામાં આવશે. જોકે હાલ તેનો લાભ લેવા પાછળ નાગરિકોએ કેટલી ફી ચૂકવવી પડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. દરમિયાન, ડેપ્યુટી કમિશનર આર.કે. મહેતાના જણાવ્યા અનુસાર સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ક્લબ જેવી રચના કરવાને બદલે તમામ અમદાવાદીઓ તેનો લાભ લઈ શકે તેવી સરળ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
 • એનઆઈડી: 850 મીટર
 • જોગિંગ પાર્ક, સ્કેટ બોર્ડ ગ્રાઉન્ડ જીમ, સિનિયર સિટિઝન અને ચિલ્ડ્રન પાર્ક
 • 5 ટેનિસ કોર્ટ,4 ક્રિકેટ પીચ, 1300 ચોમી ઓપન એરિયા
 • શાહપુર:350 મીટર
 • જોગિંગ ટ્રેક, જીમ, સિનિયર સિટિઝન અને ચિલ્ડ્રન પાર્ક
 • 2 ટેનિસ કોર્ટ, 1 ક્રિકેટ પીચ, મલ્ટિપલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ 

બંને સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ચેન્જિંગ રૂમની વ્યવસ્થા ઉપરાંત, ચા-નાસ્તા અને આરોગ્યવર્ધક પીણાં માટે રિફ્રેશમેન્ટ ફેસિલિટીની વ્યવસ્થા કરવામાં આવશે.

3) કોમ્પ્લેક્સમાં ક્રિકેટ પીચ, ટેનિસ કોર્ટ, મલ્ટિપલ સ્પોર્ટ્સ કોર્ટ, સિનીયર સિટિઝન પાર્ક સહિતની સુવિધા હશે